________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮-૬, ની સાલના વિચારો, -~------ સંવત ૧૯૬૮ ના જેઠ વદ ૪ મંગળવાર તા. ૪ થી જુન
૧૯૧૨ અમદાવાદ અતિ આચાર અને અતિ વિનયમાં કપટ હેલ છે. જે મનુષ્યો અમુક સ્વાર્થના યોગે ઉગ્ર આચાર અને વિનયને દેખાડે છે તેને જ્ઞાની પુરૂષો પારખી શકે છે. સરલાચારમાં કપટભાવ છેતો નથી. વાણી અને આચારાથી કોઈપણ મનુષ્ય સંબંધી અભિપ્રાય એકદમ બાંધવો નહ. આચાર અને વાણીથી હૃદયની ભિન્નતા ઘણે ઠેકાણે આવકવામાં આવે છે. હૃદયની અવિરૂદ્ધ એવી વાણું અને આચારે તે કોઇ ઠેકાણે જોવામાં આવે છે. વાણી અને આચારોનું વારંવાર પરિવર્તન થયા કરે છે. વાણી અને આચારોથી કોઈપણ મનુષ્યના હદયના આશયે અવધવા એ કંઇ સામાન્ય કાર્ય નથી. ચિત્ત, વાણી અને ક્રિયાનું એક્ય કે ઉત્તમ મનુષ્ય દેખાય છે. ચિત્ત, વાણી અને કાયાની ભિન્નતા તો ઠેકાણે ઠેકાણે દેખવામાં આવે છે. ઉત્તમ મનુષ્યો સદ્દવિચારોને વાણીધારા યથાર્થ જણાવી શકે છે. સદાચારને પોતાની શકિત પ્રમાણે સેવવા જોઈએ દંભ રાખીને આચારો સેવવાથી ફળની પ્રાપ્ત થતી નથી, અને તેમજ અન્યોને વિશ્વાસ પણ મેળવી શકાતું નથી. કેટલાક મનુષ્ય રૂઢિ પ્રમાણે ધર્મની ક્રિયાઓ કરે છે પણ ના પ્રમાણિકતા અને માર્ગનુસરિના ગુણો વગેરેથી શૂન્ય હોવાથી તેઓ ધમની ક્રિયાનું ઉત્તમ ફલ પોતે પ્રાપ્ત કરી શક્તા નથી. મૂઢ મનુષ્યો ગુણેની નિરપેક્ષતાએ ધર્મ રૂટિની ક્રિયાઓને કરીને પિતાને ધર્મ માની લઈ મિથ્યાભિમાન ધારણ કરે છે. જેનું સેવન કરવાથી સત્ય શુદ્ધ પ્રેમ, વિનય વિવેક ભક્તિ આદિ સગુણો જે ઉત્પન્ન ન થાય તે તે ધર્મની ક્રિયાઓનું સેવન ખરેખર ઉપયોગી થઈ શકતું નથી. વેષ, તિલક અને ધર્મની રૂઢિ પ્રમાણે અમુક ક્રિયા કરવા માત્રથી કોઈ સદ્દગુણ પ્રભાણિક છે એ કદિ ખ્યાલ કરવો નહિ. તેમજ ધર્મવેષ અને ધર્મની ક્રિયા કરવા માત્રથી કોઈ અપ્રમાણિક છે એ પણ કદિ ખ્યાલ કર જોઈએ નહિ. માનસિક વિચાર બળની વાણી તથા કાયા ઉપર અસર થાય છે. અર્થાત્ માનસિક બળવડે વાણું અને કાયાની પ્રવૃત્તિ થાય છે. મનવાણી અને કાયાની પવિત્રતા રાખવા સદાકાલ પ્રયન કરો એજ ઉત્તમ થવાનું પગથીયું છે.
For Private And Personal Use Only