________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૮
સંવત ૧૬૬૮ ની સાલના વિચારો.
-
-
-
-
-
-
-
સંવત્ ૧૯૬૮ જેઠ વદ ૩ સોમવાર તા. ૩ જુન ૧૯૨૨
અમદાવાદ જ્ઞાનિના સેવક બનવાની આશા રાખવી કિન્તુ અજ્ઞાનીઓના ગુરૂ બનવાનો વિચાર કદિ કરે નહિ. જે મનુષ્ય ગુરૂના અભિપ્રાયો સમજી શકે નહિ તે મનુષ્ય તે ગુરૂના શિષ્ય બનવાને લાયક નથી. ગુરૂનું અમુક મંતવ્ય છે, એમ જે અવબોધતો નથી. તે ગુરૂને શિષ્ય ખરેખર ગુરૂના વાસ્તવિક સદ્દવિચારની અપેક્ષાએ કથી શકાતા નથી. ગુના સદ્દવિચારની માન્યતાને કબૂલ કરીને જેઓ શિષ્યો બને છે તેઓ શ્રી સદગુરૂના હૃદયને સ્પર્શી શકે છે. જે ગુરૂઓ દક્ષ હોય છે તે પોતાની માન્યતાથી ભિન્ન મતવાળાને શિષ્ય કરતા નથી. જેને જે બાબતમાં યોગ્યતા છે તેને તે બાબતમાં ગુરૂ સ્વીકારવામાં આવે તો અધિકાર પરત્વે જે ગ્રાહ્ય હોય છે તે ગ્રહી શકાય છે. પિતાની માન્યતાથી ભિન્ન માન્યતાવાળાને અધિકાર પિતાના અધિકારથી ભિન્ન છે, એમ અવબોધવું જોઈએ. શ્રી ગુરૂના ભક્તિમાં પણ ઉપર્યુકત ગુણો ન હોય તો તે શ્રી સદ્ગુરૂના ભક્ત બનવાને માટે યોગ્ય ગણું શકાય નહિ. વિનય, ઉપકારણુ, વિવેક, આદિ ગુણો જેનામાં ન હેય તેઓ શિષ્ય ભકતાદિ બની શક્તા નથી. કેટલાક મનુષ્યો એધે શિષ્ય વા ભક્ત બને છે. કેટલાક મનુષ્યો સામાન્ય લોક પ્રવાહની રૂઢિથી શિષ્ય વા ભક્ત બને છે. કેટલાક આત્મ કલ્યાણથે શિષ્ય વા ભક્ત બને છે. કેટલાક કલાદિની અપેક્ષાએ શિષ્ય વા ભકત બને છે. કેટલાક સામાન્ય રૂચિથી શિષ્ય વા ભક્ત બને છે, અને તે રૂચિનો નાશ થતાં પ્રતિકૂલ બને છે. કેટલાક મનુષ્ય સ્વાર્થ પર્વત શિષ્યત્વ વા ભકતત્વ ભાવને ધારણ કરે છે. ગુણાનુરાગ દષ્ટિપા પરના ખિ અથે જે શિષ્યો વા ભકત બને છે તે નિ ન્ય છે. પા-પૂ રદ્ધા છે ત ન જે ગુરૂને ગુરૂ તરીકે સીકરે છે અને જે શ્રદ્ધા વા જ્ઞાનથી શિષ્ય વા ભકત બને છે તે યોગ્ય અધિકારી અવબાધવા.
For Private And Personal Use Only