________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૬
સંવત ૧૯૬૮ ની સાલના વિચારો.
સંવત ૧૯૬૮ જેઠ વદિ ૨ શનિવાર તા. ૧ લી જુન
૧૯૧ર અમદાવાદ જૈન ઐતિહાસિક જ્ઞાન મેળવવાથી પહેલાના જમાને અને હાલનો જમાન એ બે જમાનાને મુકાબલો કરી શકાય છે. પ્રાચીન આચાર્યો અને આધુનિક આચાર્યો વગેરેના આચાર અને વિચારોને મુકાબલો થવાથી પોતાની ભૂલ સુધરે છે. અને વર્તમાનમાં જે કર્તવ્ય છે. તે ઉપર લક્ષ્ય ખેંચાય છે. તથા તેથી આત્માના સગુણો ખીલવવા અને સામાજિક સુધારો કરવા જે જે ઉપાયો આદરવા યોજ્યા હોય તેમાં શંકા રહેતી નથી. જે જે ફીરકાઓ જુદા પડથા તેનાં આન્તરિક કારણે શોધવાથી અને તે સમયના આજુબાજુના સંગ અવધવાથી પોતાના જ્ઞાનની ઘણું વૃદ્ધિ થાય છે. ઐતિહાસિક જ્ઞાનથી ઘણી બાબતોના અનુભવ મળે છે, અને તેથી વાચકનું ચારિત્ર ઉત્તમ થાય છે. જે જે સદિમાં જેવા જેવા રોગોથી પરિવર્તને થયાં હોય છે, તેનું વિશેષ પ્રકારે જ્ઞાન થવાથી વર્તમાન કાળમાં કેવી રીતે પ્રવર્તવું તેનું સમ્યગ જ્ઞાન થાય છે. જૈન એતિહાસિક બાબતોને જાળવી રાખવાની ઘણી જરૂર છે. ધર્મના પ્રવર્તકોએ દરેક ધર્મને ઈતિહાસ સારી રીતે અવલોક જોઈએ. સ્વપર ધર્મનું ઐતિહાસિક જ્ઞાન પ્રાપ્ત કરવાથી દીર્ધદષ્ટિ પ્રાપ્ત થાય છે. જૈનધર્મ આદિધર્મનું ઐતિહાસિક જ્ઞાન પ્રાપ્ત કરવાથી વર્તમાનકાળમાં ઉન્નતિના જે જે ઉપાય હોય છે તે દૃષ્ટિ આગળ ખડા થાય છે. ઐતિહાસિક બનાવોને ભૂલ દષ્ટિથી અવલકવા કરતાં સૂક્ષ્મ દૃષ્ટિથી અવલોકવા જોઈએ, અને તેમાંથી હેય, ય અને ઉપાદેય બુદ્ધિથી સાર ખેંચ જોઇએ. જૈન વગેરે કોમમાં ઐતિહાસિક જ્ઞાનનો બહોળો ફેલાવો કરવો જોઈએ. દરેક દેશના લોકોએ ધર્મ બાબતો વગેરેનું ઐતિહાસિક જ્ઞાન મેળ. વવું જોઇએ, કે જેથી તેઓને પિતાના વિચારોમાં જે જે અંશે ફેરફાર કરો જોઈએ તેની સમજણપડે. બાહ્ય અને અંતર ભાવને જે અવલોકીને ઐતિહાસિક બાબતોને વિચાર કરે છે તે, ખરું રહસ્ય પ્રાપ્ત કરે છે.
For Private And Personal Use Only