________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારો.
૩૧૩
AAAAAAAAANANAM
સંવત ૧૯૬૮ જેઠ સુદિ ૧૪ બુધવાર તા ૨૯ મી
મે ૧૯૧૨ અમદાવાદ પરોપકાર કરવા માટે જીવવાનું છે. અન્ય નું સારું કરવું એજ પરોપકાર છે. પરોપકાર વિનાના દિવસે શાપ સમાન છે તમારી પાસે જે કંઈ સારું હોય તે અન્ય જીના ભલા માટે વાપરે. અનેક પ્રકારની શુદ્ધ કામનાઓની તપ્તિ માટે મનુષ્યનું જીવન નથી. પિતાના અને અન્યોના ઉદ્ધારાર્થે મનુષ્ય જીવન છે. પરોપકારની સાંકલથી બંધાયેલું બધું જગત્ છે, તેમ છતાં જે પાપકારને ભૂલે છે. તે મનુષ્ય છતાં રાક્ષસ જેવો છે. પરોપકારી મનુષ્યનાં હાડકાં રાખ અને તેઓનાં નામ પૂજાય છે. જેઓ પરોપકારને સેવતા નથી. તેઓની લમી સત્તા વિદ્યા, શારિરિક સંપત્તિ અને વાણીનું બળ ખરેખર બકરીને ગળા પાસે લટકતા આંચળથી વિશેષ શોભાને આપતું નથી. પ્રેમ દષ્ટિથી સર્વ જીવોને ચાહે અને તેઓનું ભલું કરવા પ્રયત્ન કરો. મારા શત્રુઓ છે, મારૂં બુરું ઈચ્છનારાઓ છે એ વાત ભૂલી જાઓ, અને સર્વને શુદ્ધ પ્રેમથી નિહાળે. તમારી શકિતના અનુસારે પરેપફ્રાર કરવામાં પાછળ ન પડો. ભારત વાસીયોનો મુખ્ય ગુણ પરેપકાર છે.
જે કોઈ પાપકાર કરો છો તે પોતાની ફરજ માનીને કરો. પરંતુ બદલો લેવાની બુદ્ધિથી જે પરોપકાર કરવામાં આવે છે તે પરોપકાર નથી.
પરોપકાર કરવામાં જાગ્રત થાઓ અને કદિ તેથી વિરમે નહિ. દ્રવ્ય અને ભાવ એ બે પ્રકારે પરેપકારના ભેદ છે. પરંપકારનાં કાર્યો કરવામાં તમારું બળ વાપરો. આપણે પ્રત્યેક મનુષ્યની સાથે રહીને પરોપકારનાં કાર્યો કરવાનાં છે. એ સિદ્ધાંતને લક્ષ્ય બહાર ન રાખે.
સંપદા, કાત, ભોગવિલાસ, શરીર આદિ ક્ષણિક વસ્તુઓ સદાકાલ રહેવાની નથી, માટે જાગ્રત થઇને સર્વ મનુષ્યોને સુખની દિશા દેખાડવા અને જાગ્રત કરવા હું બધુઓ ! ઉદ્યમ કરો ! સત્ય ધર્મ અને સત્ય કાર્ય કરવામાં જીંદગી પસાર થાય તે જ ઉત્તમ કાર્ય છે. હિંમત રાખે અને પરોપકારનાં કાર્યો કર્યા કરે. પુરૂષોની પાસે જે કંઈ હેાય છે તે પરોપકારને માટે જ છે. પુરૂષ થાઓ અને આગળ વધે. જે કંઈ નવું અનુભવવાનું છે તે આગળ ગમન કર્યાથી જણાશે.
For Private And Personal Use Only