________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
સંવત્ ૧૬૮ ને જેઠ સુદ ૧૦ રવિવાર. તા. ૨૬ મી મે ૧૯૧ર. ખેડા,
અધ્યાત્મજ્ઞાનનું માહામ્ય વર્ણવતાં વા તેના ઉપર વિશેષ રૂચિ થતાં ધર્મ ક્રિયા માર્ગને નિષેધ ન સમજ. અમુક અધિકારી પરત્વે ધર્મક્રિયાની વિશેષતઃ પુષ્ટિ કરતાં જ્ઞાનમાર્ગને નિષેધ કરવામાં આવે છે એમ સમજવું નહિ. સાતનોમાંથી અમુક કારણ પ્રસંગે અમુક નયની પુષ્ટિ કરવામાં આવે તેમ અન્યનોની સાપેક્ષતાએ અવબોધવું. પણ નિરપેક્ષતાએ અવાધવું નહિ. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ, અધિકારી આદિની અપેક્ષાએ ધર્મક્રિયાઓમાં સુધારા કરવામાં આવે તેને વિપરીતાર્થ નિષેધરૂપ કાઇએ સ્વીકારે નહિ, જે જે નોની જે જે અપેક્ષાએ મહત્તા છે તેમજ જે જે નિક્ષેપાઓની જે જે હેતુઓથી મહત્તા છે તેનો તે પ્રમાણે અધિકાર વર્ણવતાં અન્ય બાબતોની મહત્તા વર્ણવાતી નથી. વા તે અન્ય બાબતોની મહત્તા માન્ય નથી એવો અર્થ કરે નહિ. પ્રતિક્રમણ, પૂજા, વગેરે ધર્મ અનુષ્ઠાનેનું વાસ્તવિક સ્વરૂપ વર્ણવતાં અને તે તે અનુષ્ઠાનેમાં રૂઢિ અનુસાર પ્રવર્તતાં અજ્ઞાનાદિથી જે જે વિપરીત પ્રવૃત્તિ થતી હોય તેનું અમુક અપેક્ષાએ ખંડન કરતાં પ્રતિક્રમણ, પૂજા વગેરે અનુષ્ઠાને ત્યાજ્ય છે વા તે અશ્રય છે; એમ કોઈએ વિપરીતભાવ ગ્રહણ કરવો નહિ. નાની અપેક્ષાએ સામાયક અને પૂજાનું સ્વરૂપ સમજાવતાં છતાં તેને એકાન્તાર્થ ગ્રહણ કરવા નહિ. હઠ સમાધિનું વર્ણન કરવાથી નાગમથી વિરૂદ્ધ એવી હઠયોગની ક્રિયાઓ અમને માન્ય છે એવો કોઈએ વિપરીતભાવ ગ્રહણ કરે નહિ. જૈનેતર વિદ્વાનોના ગ્રંથો લેખ વા તેઓના વિચારોમાંથી જે જે કંઈ
નાગમ સિદ્ધાંતથી અવિરેાધી હોય તે જ અનુમોદનીય છે. જે જે જૈનાગમોથી અવિરૂદ્ધ હોય તે તે સ્યાદ્વાદશૈલીની અપેક્ષાએ માન્ય છે. અન્ય દર્શનીઓના તને અને જનતાને મુકાબલે કરવા સાહસ ખેડતાં કોઈની અમુક અપેક્ષાએ પ્રશંસા કરવાથી અને કોઈને નિષેધ કરવાથી તેમાં એકાંત પ્રશંસા અને એકાંત નિષેધ સર્વદા સર્વથા અવાધો નહિ. અન્ય દર્શનીઓની સાથે સંબંધ હોવાથી તેઓનાં જૈનાગમાથી વિરોધી એવાં તો અને આચારે અમને માન્ય છે એમ સમજવું નહિ. જેમાં પડેલા ભિન્ન ભિન્ન ગચમાં પણ જેના મોથી અવિરોધી જે જે આચાર અને ત હોય તે તે અમારે માન્ય છે.
For Private And Personal Use Only