________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
૩૦
સંવત ૧૯૬૮ ના જેઠ સુદ શનિવાર, તા. ર૫ મી મે ૧૯૧૨ ખેડા.
જેનકામમાં ગામોગામ કઈ કઈ જાતને કુસંપ દેખવામાં આવે છે, તેથી જેના કામમાં એક ઠરાવે કાઈપણ ધાર્મિક કાર્ય સારી રીતે અમને લમાં મૂકી શકાતું નથી. અંગ્લભાષાની કેળવણીથી કેળવાયેલા કેટલાક જેના પણ મતભેદથી કુસંપ કરીને જનકોમના ઉદયમાં વિન નાંખે છે. જૈનમમાં વ્યાવહારિક કેલવણી પણ ઘણી વૃદ્ધિ પામી નથી. તેથી તે અન્ય ફળવાયેલી કામની હરિફાઈમાં પાછળ પડી જાય એમ સંભવે છે. પરતુ નામના આગેવાન ગ્રહસ્થા જે આત્મભોગ આપીને જનકમને આગળ વધારવા પ્રયત્ન કરશે તે અન્ય કેળવાયેલી કોમની હરિફાઇમાં જેનકેમ ટકી શકશે. આ કાર્ય ખરેખર ગૃહસ્થ જનનું છે, જૈનકામે અદ્યાપિ પર્યત ગમે તે રીતે પોતાની મહત્તા જાળવી છે. પણ હવે સુસ પીને અને આત્મભોગ આપીને ઉદયના ઉપાયોને આદરશે તો પિતાની મહત્તા જાળવવા શક્તિમાન થશે. અભિમાન, ઈર્ષા, ટુંકદષ્ટિ, સ્વાર્થ, કપટ, મિથ્યા કીર્તિ, કુવ્યય, મોજશોખ, હાનિકારક રીવાજો અને અજ્ઞાન વગેરે દોષોથી નકામે પિતાની મહત્તાને પ્રકાશ ખીલવવામાં વિઘ ઉભાં કર્યો છે. ઉપદેશકો ઉપદેશ આપીને થાકી ગયા પણ હજી કુસંપ ટળતો નથી, કેટલાક લક્ષ્મીના સેવકે કે જે પોતાના વિચારોમાંજ બ્રહ્માંડને સમાવનારાઓ જેનોમની ઉન્નતિમાં લક્ષ્ય આપતા નથી અને આગેવાનીપણું કાયમ રાખવા પેટ ફૂટે છે. કેટલાક પોતાની વિદ્વત્તાનો ફાકે રાખે છે, પણ મન, વાણી, કાયા અને લક્ષ્મીવડે અન્યોને ઉપકાર કરી શકતા નથી, અને પાણી આરાના મુનશીની પેઠે બબડે છે અને મનમાં જ પરણે છે, તેઓ પિતાનું તથા અન્યનું કલ્યાણ કરી શકતા નથી. કેટલાક જેનો પિતાના ધંધાને પરમેશ્વર કરતાં પ્યારે ગણીને જીનકેમના સંબંધી એક ભલો વિચાર પણ કરતા નથી. તેવા જેનો અળસીયાંની પેઠે સ્વાર્થ માટે દેહની માટી મૂકી જાય છે. જૈન ! જાગો! જાગે ! જાગો! તમારા જાગવાથી દુનિયાને મહાન લાભ થશે. હે જનો ! હવે ઉંઘવાનો સમય નથી, જૈન બંધુ એની ઉન્નતિ થાઓ. દયા વગેરે પરમાર્થનાં કાર્યો કરવામાં જૈનકામમાં નવીન પ્રબલ જુસ્સો પ્રકટે.
For Private And Personal Use Only