________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૮
સંવત ૧૮૬૮ ની સાલના વિચારો.
શ્રેણ ગણાય છે. કેટલાક મનુષ્ય જાતિનું મિથ્યાભિમાન ધારણ કરીને સ ગુણો વડે થતી શ્રેષ્ઠતા તરફ લા દેતા નથી.
સંવત ૧૯૬૮ જેઠ સુદિ ૮ શુક્રવારતા૨૪ મી મે ૧૯૧૨. માતરગામ.
ભગવાનની સેવા કરવાથી આત્માના પરિણામની શુદ્ધતા થાય છે. ગવાનના ગુણોને ગાવામાં ભાપુરૂષના હૃદયમાં આનંદરસની રેલ છેલ થઈ જાય છે. શ્રી સુમતિનાથનાં દર્શન કરતાં અપૂર્વ આનંદ રસ પ્રકટ. સાલંબને ધ્યાન વડે હૃદયની ઉચ્ચતા કરી શકાય છે. જે મનુષ્યો ભગવાનના ગુણોના અત્યંત રાગી બન્યા હોય છે તેઓ ભગવાનની પ્રતિમાનું અવલંબન કરીને પિતાના આત્મામાં ગુણ પ્રકટાવવાને ખાસ પ્રયત્ન કરે છે. स्वामी गुण ओलखी स्वामिने जे भजे, दरिसन शुद्धता तेह पामे. शान चारित्र तप वीर्य उल्लासथी, कर्म जीपी वसे मुक्तिधाम तार हो। પ્રભુની સેવા, ભક્તિ, ધ્યાન, ઉપાસના વગેરે સર્વે શ્રી પ્રભુના ગુણે પિતાના આત્મામાં રહેલા ગુણો પ્રકટાવવા માટે જ છે. તીર્થકરોના ગુણને ઓળખીને તીર્થકરોને જે સેવે છે, તે આત્માના દર્શનની શુદ્ધતાને પ્રાપ્ત કરે છે. જે જે તીર્થકરોની ઉપાસના કરવી તે તે તીર્થકરોના ચરિત્રો પિતાના હૃદયપટ આગળ ખડાં કરવાં જોઈએ. તીર્થકરોની બાલ્યાવસ્થા, યુવાવસ્થા, રાજ્યવસ્થા, ત્યાગાવસ્થા, કેવલજ્ઞાનાવસ્થા વગેરે અવસ્થાઓના વિચાર કરવામાં આવે છે તે તે અવસ્યાઓમાંથી અત્યંત શિખવાનું મળે છે. એક તીર્થંકરપ્રભુનું બાલ્યાવસ્થાથી માંડીને નિર્વાણાવસ્થા પર્યતનું ચરિત્ર વાંચીને તે ઉપર વિચાર કરવામાં આવે છે. તે પિતાના આત્માની ઉચ્ચદશા કરવાનું ભાન સારી રીતે પ્રકટે છે, અને તે પ્રમાણે મન, વાણી અને કાયાથી પ્રવૃત્તિ પણ થઈ શકે છે, શાતા અને અશાતાના પ્રસંગોમાં મનની સમાનતા રાખવાને અપૂર્વ પાઠ શિખવામાં ભગવાનનું જીવનચરિત્ર મદદ કરે છે. શ્રી મહાવીર પ્રભુના જીવનચરિત્રમાંથી અનેક ગુણો શિખવાના ભળે છે. અનન્ત ગુણનું ધામ એવા શ્રીવીરપ્રભુનું ક્ષણે ક્ષણે સ્મરણ કરીને તેમના ગુણોનું અવલંબન લેવું એજ ઉત્તમભક્તિ છે.
For Private And Personal Use Only