________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૪
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચારે.
સંવત્ ૧૯૬૮ જેઠ સુદ ૩ રવિવાર. તા. ૧૯ મી મે ૧૯૧૨ વસે.
કોઈના હૃદયને આશય અવબોધ્યા વિના તેના આશયથી વિરૂદ્ધ અભિપ્રાય બાંધતાં પહેલાં બને તેટલી સાવચેતી રાખ. અને ભૂલ ન થવા દે. મનુષ્ય શબ્દો દ્વારા હૃદયમાં રહેલા સર્વ આશયને એકદમ જણાવી શકતા નથી. માટે કોઈપણ મનુષ્યના અલ્પ શબ્દોથી તેના હૃદયના સંપૂર્ણ આશાને તે પ્રમાણે હશે એમ એકદમ નિર્ણય નહિ કરી લે જોઈએ. બન્ને પક્ષના પરસ્પર વિરૂદ્ધ વિચારોને પરિપૂર્ણ અવબોધ્યા વિના અને તત્સંબંધી ચારે તરફથી પરિપૂર્ણ અનુભવ લીધા વિના કેઈપણ પક્ષમાં સાનુમત થવાથી સત્યની વિરૂદ્ધ જવાય છે, ધર્મભેદે અને મતભેદે તારા ઉપર અનેક પ્રકારે અન્ય મનુષ્યો ટીકા કરે તે પણ જે જે નોની અપેક્ષાએ અન્યોના વિચારોમાં અને આચારમાં જે કંઈ સત્ય હોય તેને અપલાપ કરીશ નહિ, તેમજ તેઓની જાત નિંદા કરીને તેઓને હલકા પાડવા પ્રયત્ન કરીશ નહિ. અન્ય મનુષ્યના આચારોમાં અને વિચારોમાં જે જે અંશે અસત્યતા હોય તેની અનુમોદના કરીશ નહિ. તારા થકી જે જે લેકે વિરૂદ્ધ હોય તેઓની જાતનિંદા કરવાની કદાપિકાળે ઈચ્છા કરી નહિ. આગમ અને યુક્તિયોવિકે અન્યોની સાથે મૈત્રીભાવ રાખીને ચર્ચા કરી સત્ય સમજાવવા યત્ન વિશેષતઃ કર્યા કર, પણ મગજની સમતલતા ખાવાય નહિ એ વાત વિશેષતઃ સ્મરણમાં રાખ. જે જે નોની અપેક્ષાએ જે જે સત્ય ગણાતું હોય તેને પરિપૂર્ણ અનુભવ કરીને તે પ્રમાણે સંભાષણ કર. પક્ષપાદષ્ટિ ધારણ કરીને કોઇના આશયને વિપરીત પણે અન્યોને દેખાડીશ નહિ. ચારે તરફ અગ્નિ સળગે હોય અને તેમાં જેમ શીતલ રહેલું તે પ્રમાણે પિતાના ધર્મથી અને અમુક વિચારોથી પ્રતિપક્ષી બનેલાઓ ઉપર મૈત્રી ભાવના ધારણ કરવી એ હારું કાર્ય છે. ઉત્તમ મૈત્રી ભાવનાની કસોટીમાં જેમ દઢપણે મેરૂપર્વતની પેઠે ટકી શકાય તે પ્રમાણે દરરોજના અભ્યાસબળથી વર્તવા પ્રયત્ન કર
For Private And Personal Use Only