________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચારે.
સંવત્ ૧૯૬૮ જેઠસુદિ ૨ શનિવાર, તા. ૧૮ મી મે ૧૯૧૨. વસે.
સદાચાર વિનાનાં મનુષ્યો વિદ્વાનો છતા પણ શોભી શકતા નથી. સદાચારના રહસ્યથી આભાના સદ્ગણોની વૃદ્ધિ થાય એજ હેતુ પ્રકટપણે ભાસે છે. વ્યાવહારિક અને ધાર્મિક એ બે પ્રકારના સદાચારો હોય છે. જૈનધર્મમાં સદાચારો સંબંધી ઘણું વિવેચન કરવામાં આવ્યું છે. જૈનધર્મના સદાચારે ખરેખર ઉંડા રહસ્યથી ભરપૂર છે. તેનું ગુરૂગમ પૂર્વક રહસ્ય સમજવાથી તેમાંથી ઘણું જાણવાનું મળે છે. યોગવિદ્યા, વૈદવિધા, અને સાયન્સ વિધાથી પણ અનુભવ કરતાં જૈનધર્મના સદાચાર હેતુપૂર્વક અને સર્વજ્ઞદષ્ટિથી રચાયેલા માલુમ પડે છે. કોઈ પણ સદાચારનું ઉંડું રહસ્ય અવબોધ્યા વિના તેની નિરૂપયોગિતા બતાવવા પ્રયત્ન કરવો એ અજ્ઞાનચેષ્ટા છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી બાહ્ય સદાચારને અધિકાર અને અધિકારી ભેદે તપાસવામાં આવે છે, તો અનેક શંકાઓનું સમાધાન થાય છે. તથા હઠ કદાગ્રહ તથા વિવાહના કલેશે શમે છે. આત્મા પિતાના યોગ્ય એવા સદાચાર પાળવાને માટે રૂચિવંત થાય છે. સદાચાર પાળવાની રૂચિ થતાં ચારિત્ર ગુણની પ્રાપ્તિ થાય છે. અને મન, વાણી અને કાયાના યોગને સુધારે કરી શકાય છે. જે જે સદાચાર સેવવામાં આવે છે તેઓનું દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ અને અધિકારથી જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે છે તો કોઈ વખત પ્રાયઃ આચારથી ભ્રષ્ટવ થતું નથી. પ્રત્યેક જીવોની આચાર સંબંધી ભિન્નભિન્ન રૂચિ હોય છે, તેના હેતુઓનું પણ સમ્યગુરીયા જ્ઞાન થાય છે. વય, જ્ઞાન, રૂચિ અને અધિકારના ભેદે આચારોમાં ફેરફાર કરવા પડે છે. (તસંબંધી ઉંડા ઉતરીને સમ્યમ્ અવબોધ પ્રાપ્ત કરવો જોઈએ.
For Private And Personal Use Only