________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
૨૯૯
-
-
-
-
-
- -
વાની મેટી મટી વાર્તાઓ માત્ર કરવાથી દાનાદિકનું ખરૂં ફળ પ્રાપ્ત થઈ શકતું નથી, પણ દાનાદિક કરવાથી અનુભવ અને ફલ પ્રાપ્ત થાય છે. જે જે ઉત્તમ કાર્યો કરવાની રૂચિ થાય તેના પ્રદેશ તરફ સંચરવા આત્મબળ ફેરવવાથી તે કાર્યોને અનુભવ આવે છે. સાધુપણું આમ પાળવું જોઈએ અને શ્રાવકપણું આમ પાળવું જોઈએ. ઇત્યાદિ વાર્તાઓ કરવાના કરતાં પોતે તે પ્રમાણે કરીને મનુષ્યોને દૃષ્ટાન્તભૂત થવું એ અનન્તગુણ ઉત્તમ કાર્ય છે. કોઈ બાબતને ઉપદેશ દેનારાઓ પિતે તે પ્રમાણે કેટલું વર્તે છે તે ઉપર ઉપદેશની અસર અન્ય મનુષ્યોને કરી શકે છે. ઉત્તમ ધાર્મિક કાર્યોને આચારમાં મૂકનારા મનુષ્યો આત્માના સદ્ગણોની વૃદ્ધિ કર્યા કરે છે.
સંવત ૧૯૬૮ વિશાખ વદિ ૧૨ સેમવાર. તા. ૧૩-૫-૧૯૧૨
વડતાલ. ભિન્નભિન્ન રૂચિવાળા મનુષ્ય જગતમાં છે. ખાવામાં, પીવામાં, પહેરવામાં, ભણવામાં, ગણવામાં, બેસવામાં, ઉઠવામાં, જવામાં, આવવામાં, ધર્મમાં, કર્મમાં, મનુષ્યોની ભિન્નભિન્ન પ્રકારની રૂચિ હોય છે. તેથી દુનિયાના સર્વ મનુષ્યોને કઈ પણ વસ્તુ એક સરખી રૂચતી નથી. મિત્ર
ઉં વાર આ સંસ્કૃત કહેવત અક્ષરે અક્ષર સત્ય છે. ધર્મની ક્રિયાઓ પણ એક સરખી સર્વને રૂચતી નથી. ધર્મની અને અધર્મીઓની રૂચિમાં પણ આકાશ પાતાલ જેટલું અન્તર્ અવલોકવામાં આવે છે. વિદ્યાને અને મૂર્ખાઓની રૂચિમાં પણ ઘણું અન્તર્ હોય છે. ભેગી અને યોગીની રૂચિમાં પણ ઘણું અન્તર્ વિલેકવામાં આવે છે. અનેક પ્રકારનાં શાક કરેલાં હોય છે, પણ કોઈને કોઈ શાક રૂચે છે અને કોઈને કંઇ શાક રૂચે છે, અનેક પ્રકારનાં ભેજન કર્યા હોય છે પણ કેટને કંઇ રૂચે છે ને કોઈને કંઈ રૂચે છે. શાસ્ત્રમાં પણ અનેક પ્રકારનાં છે તેમાંથી કોઈને કોઈ શાસ્ત્ર પર રૂચિ થાય છે, તો કોઈને કોઈ શાસ્ત્રપર રૂચ થાય છે. સાધુઓ અનેક પ્રકારના હોય છે, તેમાં કોઈને અમુક સાધુપર રૂચિ થાય છે, અને કાઈને અમુક સાધુ ઉપર રૂચિ થાય છે. દુનિયામાં ધર્મના અનેક પથ છે
For Private And Personal Use Only