________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૮
સંવત ૧૯૬૮ ની સાલનાવિચારે
-
-
-
-
-
છોનું કલ્યાણ કરવાને માટે ઉત્તમ પુરૂષોના હૃદયમાં પ્રથમ પ્રેમથી કરૂણું ઉપજે છે, અને પ્રેમની પરિપકવ અવસ્થામાં તેના ઉપર ભકિત પ્રકટે છે. ૫માત તેઓનું શ્રેયઃ કરવા અત્યંત ઉત્સાહ વેગે પિતાના સર્વસ્વનો તેઓને માટે ઉપયોગ કરી શકાય છે. આવી દશામાં મહાત્માઓ અને ભક્તો દુનિયાની ઉત્તમ સેવા કરનારા અને વસ્તુતઃ જોતાં દુનિયા ઉપર પરમ ઉપકાર કરનારા ગણાય છે. ઉદારચિત્તવાળા પરોપકારી મનુષ્યો પાસે જે કંઈ હેય છે અને તેઓને જે કંઈ વિશેષ પ્રાપ્ત થાય છે, તેને ઉત્તમ માર્ગમાં સદુપયોગ થવાથી તેનું સર્વ ઉપકાર માટે જ અવબોધાય છે. એક પુત્રની સેવા બરદાસ કરનારી માતા અત્યંત ધન્યવાદને પાત્ર ગણાય છે, તે આખી દુનિયાના જીવોની રક્ષા સેવા અને તેઓનું ભલું કરવાવાળા સંતપુરૂષોના ઉપકારનું તે કેવી રીતે વર્ણન થઈ શકે? અર્થાત્ કોઈ રીતે થઈ શકે નહિ. મોહને ઉદયમાં આવતાં જ જેઓ તેને દબાવે છે, તેઓ કલ્પવૃક્ષની પેઠે જ્યાં જાય છે ત્યાં સ્વપરનું હિત સાધ્યા કરે છે. તેઓ ઉપકાર કરવામાં નાત જાત લિંગ, વય વગેરેના ભેદને જોતા નથી. આત્મ દષ્ટિથી સર્વને દેખી તેઓને ઉચ્ચ કરે છે અને મેહના ઉપર જય મેળવે છે.
સંવત ૧૮ ના વૈશાખ વદિ ૧૧ રવિ, તા. ૧૨મી
મે ૧૯૧૨ સંદેસર સેંકડે અને હજારો ધાર્મિક ગ્રંથો વાંચીને પણ કરવું શું તેને સમ્ય નિર્ધાર કરીને આદેયને આદરવું જોઈએ. સગ્રંથોના શ્રવણ રસ અને વચન રસ માત્રથી કૃતકૃત્ય બની ગયા એવું ન માની લેવું જોઈએ, અને દીર્ધકાળ પર્યત મનન કરીને તેને અનુભવ કરવો જોઈએ. અનુભવીને આદરવા યોગ્ય હોય તેનો આદર કરવો જોઈએ. વાંચીને અને શ્રવણ કરીને ખુશી થનાર કરતાં તે પ્રમાણે કરી બતાવનાર મનુષ્ય કરોડ દરજે ઉત્તમ છે. અનેક શાસ્ત્રને અભ્યાસ કરીને પંડિતએ વિવેકદૃષ્ટિથી સુકૃત્યના માર્ગમાં ગમન કરવું જોઈએ. અદેયતનું પ્રથમ જ્ઞાન કરીને પશ્ચાત તેની બાહ્ય અને અન્તર ક્રિયામાં પ્રવૃત્ત થવાની દિશા ગ્રહણ કરવી. જોઈએ, મોદકની વાર્તાની પેઠે મેટી મોટી તત્ત્વની વાર્તાઓ કરનારા બનવા માત્રથી કંસ ફૂલ પ્રાપ્ત થઈ શકતું નથી. દાન, દયા અને આત્મભોગ આપક
For Private And Personal Use Only