________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલના વિચારો.
૨૦૧૭
અપેક્ષાએ બોધ કરીને આત્મામાં રમતારૂપ ક્રિયા કરવાથી શાસ્ત્રોમાં કથેલા આત્મનો અન્તર્ થકી નિર્ધાર થાય છે. વ્યવહાર ધર્મ અને નિશ્ચય ધર્મ આદિ ધર્મના અનેક ભેદનું કથન કરવામાં સર્વ પ્રકારે યત્ન કરવો જોઈએ શ્રીમદ્ ઉમાસ્વાતિ મહારાજે આ લોકમાં પ્રશસ્ય યત્નની દિશા દર્શાવી છે. તેમના ઉપદેશાનુસારે જે યત્ન કરવામાં આવે તો ખરેખર આત્મા પિતાના શુદ્ધ ધર્મને ઉચ્ચ પ્રદેશ તરફ ગમન કરી રાકે. ઉત્તમ પ્રશસ્ય યત્ન કરવાથી અશુભ વ્યાપારની શક્તિ પણ શુભ વ્યાપારશક્તિરૂપે પરિણામ પામે છે. ઉપર્યુક્ત શ્લેકમાં જૈનશાસનની ઉન્નતિને પરમ માર્ગ દર્શાવ્યો છે. જૈન ધર્મના સદ્વિચારોને ફેલાવો કરવાની ઇચ્છાવાળા એ ઉપર્યુકત શ્લોકના ભાવાર્થને આચારમાં મૂકવો જોઈએ. શ્લોકના ભાવાર્થ પ્રમાણે ઉદ્યમ કરવાથી લેકની ઉત્તમતાનો ખ્યાલ આવે છે. જે કાળમાં આવા ઉત્તમ મુનિવરે વિચરતા હતા તે કાળમાં આર્યા વતની ધાર્મિક ઉન્નતિ કેવી ઉચ્ચ હતી તેનો ખ્યાલ કરવો જોઈએ, અને વર્તમાનકાળને સુધારો જોઈએ.
સંવત્ ૧૯૬૮ વૈશાખ વદિ ૧૦ શનિવાર તા. ૧૧ મી.
મે ૧૯૧૨. કાવીઠા. મોહથી મુંઝાયલો આભા ખરેખર પોતાનું આત્મબળ, સત્તા, ધન વગેરેને પરમાર્થમાં સદુપયોગ કરી શકતો નથી. મોહને સમાવ્યા વિના ધન વગેરે પરથી મમત્વ ટળતું નથી, અને મહિના જેરે વીતરાગધર્મને જગતમાં ફેલા કરવાને આત્મવીર્ય ફેરવી શકાતું નથી. સગુરૂ બંધ આદિ પ્રસંગથી આત્મામાં કંઈક શુભત્સાહ પ્રકટે છે, પણ જલમાં કાઢેલા લીસોટાની પેઠે મૂઢ જીવોને અલ્પવીર્યરૂપ ઉત્સાહ કંઇક અશુભ સંયેગા પામતાં સ્વપ્નની સુખલડી પેઠે ટળી જાય છે. બાલને પારમાર્થિક ઉત્સાહ, જલના બુબુદ જેવો હોય છે. અગ્નિના તણખાની પેઠે અલ્પ એ પણ વૃદ્ધિ પામનારો એ આત્મોત્સાહ ખરેખર ધર્મની પ્રાપ્તિ માટે બાહ્ય સર્વ વસ્તુઓના મમત્વ ત્યાગ કરાવે છે. અત્યંત તીવ્ર ઉત્સાહના વેગથી પારમાર્થિક કૃત્યને માટે આત્મણ આપી શકાય છે, જગતના
38.
For Private And Personal Use Only