________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૬
સંવત ૧૮૬૮ ની સાલના વિચાર,
કરશે. પિતાનાથી વિરૂદ્ધ વિચાર ધરાવનાર મતવાદીઓને તિરસ્કાર કરીને તેઓને જે દૂરજ રાખવામાં આવશે, તે તેઓની ભૂલ સુધારવાને તેઓને ક્યારે વખત મળશે તેને વિચાર કરવો ઘટે છે. સમ્ય વિચાર કરનારા મનુષ્યોની સમ્યમ્ વિચાર કરનારાઓ ઉપર અસર થયા વિના રહેતી નથી. સમ્યગ વિચાર બળથી અન્યના મનને જિત્યા વિના તેઓને બાહિરની સત્તાથી ખરેખરા પિતાના તાબે કરી શકાતા નથી. પિતાના વિચારને અન્યના હૃદયમાં ઉતારીને તેઓને તાબે કરી શકાય છે, પણ તેઓની કાયાને કેદમાં રાખવા માત્રથી જ વસ્તુતઃ તેઓ તાબે થઈ શકતા નથી. પિતાની જે જે માન્યતાઓ હેય તેઓના ઉત્તમ આશયે અન્યોને સમજાવવાથી અન્ય મનુષ્ય સર્વ પ્રકારે પિતાના તાબે થઈને પિતાના આત્માની પેઠે અન્યોને પણ તેઓ અસર કરવાને શકિતમાન થાય છે. સદ્દવિચારોમાં એટલું બધું બળ છે કે તેથી કાયાનાં યંત્રને તેઓ પ્રવર્તાવી શકે છે અને આખી દુનિયાને શુભરૂપમાં ફેરવવાને શકિતમાન થાય છે.
સંવત ૧૯૯૮ ના વૈશાખ વદિ ૯ શુક્રવાર, તા. ૧૦ મી એ
૧૯૧ર. કાવીઠા.
शास्त्राध्ययने वाऽध्यापने च, संचितने तथात्मनि च । धर्मकथने च सततं, यत्न; सर्वात्मना कार्यः ॥ प्र-र.
શ્રીમદ્ ઉમાસ્વાતિ વાચકે આ લોકમાં જે જે બાબતે સંબંધી યત્ન કરવાને કહ્યો છે તે ખરેખર વિચારણીય અને આદરણીય છે. ધર્મશાના અધ્યયનમાં અને શાસ્ત્રના અધ્યાપનમાં ઉધમ કરવો જોઇએ. તથા તના સંચિંતનમાં ભવ્ય જીવોએ યન દરરોજ કરવો જોઇએ. શાઓનું અધ્યયન અને અધ્યાપન કરતાં સંચિંતન ખરેખર ઉત્તમ છે. તેના ચિંતનમાં ઉદ્યમ કરવાથી અનેક શંકાઓનું સમાધાન થાય છે; અને ઉત્તરોત્તર વસ્તુ તવનો બાધ વૃદ્ધિ પામતો જાય છે. તેનું સમ્યફ ચિંતવન કરીને આત્મામાં યત્ન કરવો જોઈએ. આત્મામાં રહેલા શુદ્ધ જ્ઞાનાદિ ગુણેને પ્રાપ્ત કરવા યત્ન કરી જોઈએ, આત્માને નાની
For Private And Personal Use Only