________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલના વિચારો
સંબંધી લાંબાકાલ પર્યત વિચાર કરવા. એક પરમાણુનું ધ્યાન ધરતાં દિવસના દિવસો ચાલ્યા જાય છે. ત્યારે પરમાણુના સ્વરૂપની કિંચિત ઝાંખી થાય છે. પ્રતિદિન અમુક પદાર્થનું અભિનવજ્ઞાન થતું જાય છે, અને તે તે પદાર્થો સંબંધી અલ્પમતિથી કરેલા નિશ્ચયાને ફેરવવા પડે છે. માટે અનેક અને દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવથી કોઈ પણ પદાર્થોને અપેક્ષાયુકત વિચાર કરવો; અને તત સંબંધી ઉપદેશ પણ સાપેક્ષદષ્ટિથી દેવો કે જેથી તે તે પદાર્થો સંબંધી અભિનવજ્ઞાન પ્રકટ થતાં અને ઉપદેશ દેતાં આપ્તાગમની અવિરૂદ્ધતા પ્રાપ્ત કરી શકાય. મનને એકાગ્ર કરવાની કુંચીને જેઓ પ્રાપ્ત કરે છે, તેઓ પોતાના આત્માની જ્ઞાનાદિ શક્તિને પ્રકાશ ખીલવીને અન્યોને પણ સહાયી બને છે.
સંવત ૧૯૬૮ મા વિશાખ વદિ ૭ બુધવાર તા. ૮મી મે
૧૯૧૨ બોરસદ,
શ્નો, उदयोपशमनिमित्तौ लाभाऽलाभावनित्यको मत्वा । नालाभे वैक्लव्यं न च लाभे विस्मयः कार्यः ॥ प्र-र-प्र. ८९ संत्यज्य लोकचिंतामात्मपरिज्ञानचिंतनेऽभिरतः । .. जितरोषलोभमदनः सुखमास्ते निर्जरः साधुः ॥ प्र-र-प्र. २९ स्वशरीरेऽपि न रज्यति शत्रावपि न प्रदोषमुपयाति । रोगजरामरणभयैरव्यथितो यः स नित्यसुखी ॥ २४० । प्र-र.
ઉપશમ નિમિત્તભૂત એવા લાભ અને અલાભને અનિત્ય માનીને અલાભમાં વૈકલવ્ય ધારણ કરવું નહિ જોઈએ. અને લાભમાં વિસ્મય કરવો નહિ જોઈએ. જીવવિજયજીએ પણ કહ્યું છે કે “ કબહિ કાજી કબહિ પાજી કબહિકહુવા "પભાજી-કબહિક જગમેં કીતિ ગાજી સબ પુદગલકી બાજી. ” આ સ્વભાવમેં રે અબધૂ સદા મગનમેં રહેના ” | ઇત્યાદિ વાથી પિગલિક વસ્તુઓના લાભથી વ અલાભથી હર્ષ વા શેક કરો
For Private And Personal Use Only