________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સજ ૧૯૬૮ ની સાલના વિચારો
૨૮૩
AAAAAAAAAAAAAAAAAA
કાર્યમાં જોડવી જોઈએ. મન જે અશુભ માર્ગમાં જાઈ જાય છે, તે અશુભ માર્ગથી દૂર થવું એ મુક્લ કાર્ય થઈ પડે છે. શુભ માર્ગમાં મનની સાથે કાયાને પણ જતાં શુભમાર્ગમાં દઢતા થાય છે, અને શુભ માર્ગથી એકદમ પાછું પડતું નથી. આત્માના જ્ઞાનબળથી શુભમાર્ગ અને અશુભ માર્ગને નિશ્ચય થાય છે. શુભાચારો પણ રૂઢિના વણથી કરાતા હોય, અને તે કેટલાંક કારણોથી સદ્દવિચારોને પ્રકટાવવા સમર્થ ન થતા હોય, તથા તે અશુભ આચારોના સડારૂપે પરિણામ પામતા હેય; તે તેમાં પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી સુધારે કરી મોક્ષ માર્ગમાં વિચરવું. આ બાબતને વિશેષ નિર્ણય કરે. કેઈને માનસિક વિચારોની અસર કાયા ઉપર તૂર્ત થાય છે, અને કોઈને તૂર્ત થતી નથી; ઇત્યાદિ ઘણી ચર્ચા છે.
X
સંવત ૧૯૬૮ ના વિશાખ વદિ ૬ મંગળવાર તા. ૭
મે ૧૯૧૨, બોરસદ, ચિત્તને એકાગ્ર કરવાનો અભ્યાસ કરવાથી અવધાનશક્તિ ખીલે છે અને ધાર્યા પ્રમાણે મનની પાસેથી કામ લઈ શકાય છે. કેeઈ પણ બાબતમાં મનને ગોંધી રાખીને તે પદાર્થના ઉંડા પ્રદેશમાં ઉતરીને તેને સર્વ દિશામાં તપાસવી.આ પ્રમાણે પદાર્થનું જ્ઞાન કરવામાં મનને યોજવાથી તે તે વસ્તુઓના સત્યસ્વરૂપને પ્રાપ્ત કરી શકાય છે. મનમાં કોઈ પણ પદાર્થ ધારણ કરતાં તે ધ્યેયરૂપે બને છે, એટલે તે પદાર્થ સંબંધી સંયમની સિદ્ધિ થાય છે, અને તેથી મનની શક્તિ વધે છે અને દીર્ઘકાલ યત્નના સારને અલ્પકાલ વડે પ્રાપ્ત કરી શકાય છે. જ્યારે કોઈ અમુક બાબતમાં ઉંડા ઉતરવું હોય ત્યારે મનને અન્ય પદાર્થોથી મુક્ત કરીને ફક્ત તે અમુક પદાર્થ સંબંધી જ વિચારો કર્યા કરવા. આ પ્રમાણે મનની એકાગ્રતાપૂર્વક સતત અભ્યાસ કરવાથી તત્ત્વજ્ઞાનના ઉંડા પ્રદેશમાં ઉતરી શકાય છે; જે પદાર્થોનું જ્ઞાન કરવાની ઇચ્છા હોય તે પદાર્થો સંબંધી મનમાં પ્રથમ રસાત્તિ પ્રકટાવવી જોઈએ. હું તે પદાર્થોને સમ્યગ્રસ્વરૂપને જાણી શકીશ. મારામાં તે તે પદાર્થોને જાણવાની શકિત ખીલવાની; એમ નિશ્ચય કરીને મનમાં તે તે પદાર્થો
For Private And Personal Use Only