________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૨
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
આત્માઓનું શ્રેયર કરવા પ્રયત્ન કરે. વીતરાગધર્મથી દૂર રહેલા મનુષ્યો પર કદિ શત્રુતા ધારણ કરવી નહિ; તેમજ જૈનધર્મને નહિ પાળ નારા મનુષ્યની જાતિનિંદા કરવી નહિ. વિશાલદષ્ટિમાં લોહચુંબકના જેવી શક્તિ રહી છે, જેઓ અનેકાંત વિશાલદષ્ટિને ધારણ કરે છે, તેઓ અન્ય મનુષ્યોને પોતાના વિચારોનું દાન આપી શકે છે. જૈનશાસ્ત્ર અને જૈનેતર ધર્મશાસ્ત્રોના રહસ્યોને જેઓ સારી પેઠે જાણી શકે છે, અને જેઓ વિશાલષ્ટિથી આત્માના સત્ય ધર્મને અવધે છે તેઓ જૈનધર્મની ઉન્નતિ કરવાને સમર્થ થાય છે. અનેક પન્થોના વચ્ચે ઉભા રહીને તેવા જેને ખરેખર અનેક મતવાદીઓને પણ અનેકાંતધર્મનું અમૃતપાન કરાવવા સમર્થ થાય છે.
સંવત્ ૧૯૯૮ ના વૈશાખ વદિ ૫ સેમવાર, તા. ૬
મે ૧૯૧૨. રસદ, વિચારથી નાસ્તિક બનતાં છતાં પણ કદિ નીતિ આદિના સદાચારને વ્યાગ કરવો નહિ. સદાચારે પાળ સુવિચારોને ખેંચી લાવે છે. મનમાં પ્રકટેલા અશુભ વિચારોને કદિ કાયા થકી આચારમાં મૂકવાને સાહસ ખેડવું નહિ. મન બગડે તો પણ કાયાને અશુભ માર્ગમાં જવા દેવી નહિ. અને તેથી મન પણ સુધરે છે. કાયા થકી શુભાચારમાં દઢ રહેવાથી મનના વિકારો પણ ટળે છે. મનમાં કોઈ પાપ કરવાનો વિચાર આવ્યો અને મન તે પાપ કરવાને તલપાપડ થઈ રહે તોપણ કાયાને તેમાં ભેળવવામાં ન આવે તે મનને પણ ઠેકાણે લાવી શકાય છે. મનમાં પાપ કરવાની ઇચ્છા પ્રકટી પણ કાયા થકી તે પાપને ન કરવામાં આવે ત્યાં સુધી જાહેરમાં પાપ કર્યું કહેવાય નહિ. મનમાં વ્રત ભાંગવાની ઈચ્છા થઈ હોય પણ જ્યાં સુધી કાયાના યોગથી વ્રત ન ભાંગ્યું હોય ત્યાં સુધી તે વ્યવહારથી વ્રતને ધારક ગણી શકાય છે. આજ સિદ્ધાંતને અનુસરીને એક કબીર કવિએ કહ્યું છે કે, मन जाय तो जाणे दो, मत जाणे दो शरीर, बीन चढाइ कामठी,
શું જે તીર? આ કહેવત પણ જૈનધર્મના વ્યવહારમાર્ગને પુષ્ટિ આપનારી છે. લાખો વિચારો મનમાં કરીને કાયાને વિવેકથી કોઇપણ
For Private And Personal Use Only