________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે
૨૯
માન્યતામાં લાવવાને માટે જ પોતાના મતના રાગથી અન્ય સંધાડાનું વા અન્ય ગચ્છનું સર્વ ખોટું બતાવીને પિતાના પક્ષની બળવત્તામાં આત્મવીર્યનો ઉપયોગ કરવામાં આવે તે શરીરના અવયવોને જુદા પાડવાથી જેવી રીરની અવસ્થા થાય, તેવી અવસ્થા ઉત્તરોત્તર ભવિષ્યમાં જૈનકામની થાય એમ કહી શકાય. કિન્તુ જૈનોમના આગેવાને હવે આ બાબતનો વિચાર ર્યા વિના રહી શકતા નથી, અને વિચારોની સહિષ્ણુતા પરસ્પર રાખીને પરસ્પર માન્ય એવા આચાર અને વિચારોમાં ભેગા રહી સંપીને ઉન્નતિનાં કાર્યો નહિ કરે તો જૈનમને પાછળ પાડનારા પિતે ગણેશે મત્રી, પ્રેમ, સંપ, એક બીજાને સહાય આપવી ઇત્યાદિ સદગુણને વધુ પ્રમાણમાં ખીલવીને જૈનશાસનની સેવા કરી શકાશે.
સંવત ૧૯૬૮ ના વૈશાખ વદિ ૪. તા. ૫ મી મે ૧ર. બેર
આત્માના શુદ્ધ ધર્મનું સ્મરણ કરવામાં આવે છે ત્યારે બાવાયારથી વધી પડેલા મતભેદોથી મહત્વ જણાતું નથી, સર્વ પ્રકારના મતભેદોવાળી બુદ્ધિ જેનામાં ઉત્પન્ન થાય છે; એવા આત્માના ગુણોની શુદ્ધિ કરવામાં આવે તે પિતાના આત્માનું હિત સાધી શકાય છે. પોતાના આત્માની શદ્ધિ કરવામાં અન્યોમાં રહેલા મતભેદનું નડતર પોતાને થતું નથી. જેને પિતાના આત્માની શુદ્ધતારૂપસાધ્યને સમ્યગુ ઉપયોગ નથી. તેને એકેક નયથી ઉઠેલા એકાંત મતભેદોની અસર થાય છે. સમુદ્રમાં શૃંગી મત્સ્ય રહે છે, અને ખારા જળમાં વહેતી એવી મીઠી વેલનું પાણી પીવે છે. તેમ સમ્યજ્ઞાની આત્મા આ સંસારમાં એકેક નયથી ઉઠેલા એવા અનેક પન્થ રૂપ ખારો સાગર છતાં, અનેકાંતનયના વિચારરૂપ મીઠા જલનું પાન કરે છે. દ્રવ્યાનુયેગવડે આત્માનું સમ્યક સ્વરૂપ વિચારવામાં આવે છે ત્યારે અન્ય પંથે અને અન્ય મતવાદિયાપર મૈત્રી ભાવના રહે છે, અને ભતસહિષ્ણુતા નામને ગુણ પ્રકટવાથી અન્ય ધર્મ પાળનારાઓ ઉપર પણ કારૂણ્યભાવના ખીલી ઉઠે છે. આત્મધર્મસાધક બંધુઓએ સમજવું કે અમારી જન્મ જગતમાં ઉત્તમ કાર્ય કરવાને માટે થયા છે. માટે સર્વ જીને પોતાના આત્મા સમાન માનીને પિતાના આત્માની પેઠે અન્યાના
For Private And Personal Use Only