________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારો.
૨૮૮
સાધુઓના છતા સણોને પણ દેખી શકતા નથી, અને તેઓ સાધુઓની નિંદા કરીને ગુણાનુરાગદષ્ટિથી દૂર જાય છે. ઉત્સર્ગ અને અપવાદ એ બે માર્ગના આચારો જેમાં દર્શાવ્યા છે, તેવાં શાસ્ત્રોનું ગુરૂગમપૂર્વક જ્ઞાન કરીને સાધુઓની તરતમ યોગે પરીક્ષા કરીને સાપેક્ષનયવાદપૂર્વક તેઓની સેવાના કરવી જોઈએ. સાધુઓને ચારિત્ર પાળવામાં સાહાસ્ય કરવી જોઈએ. સાધુઓને કોઈ ઉપદ્રવ કરતું હોય તો તેનું નિવારણ કરવું જોઈએ. તેમજ માતૃદષ્ટિથી પડી ગયેલા સાધુઓને શિખામણ આપીને ઠેકાણે લાવવા જોઈએ. સાધુઓની ઉન્નતિ અર્થે ઉત્તમ શ્રાવકે તેઓની સેવા ભક્તિ કરે છે અને તેઓએ કરેલા ઉપકારને ભૂલી જતા નથી. સાધુઓના સદગુણેને દેખનારાઓ ખરેખર ચારિત્ર માર્ગ પર પ્રેમ ધારણ કરી શકે છે, અને તેઓ ચારિત્રમાર્ગના આરાધક બને છે.
સંવત્ ૧૬૮ વૈશાખ વદિ ૨ શુકવાર. તા. 5 મે
- ૧૯૧૨ બારસદ સાધુએ વિચાર કરીને બેલે છે અને યોગ્ય શબ્દથી અન્યના એને ઉત્તર આપે છે. પિતાના આત્માના સગુણો ખીલવવા માટે મન, વચન અને કાયાથી પ્રયત્ન કરે છે. કોઈની નામ દઈને નિંદા કરતા નથી, અને તેમજ કોઈનું નામ દઈને તેનાં છિદ્રોને અન્યોની આગળ કહેતા નથી. નામ દઈને કેઈનું મર્મ પ્રકાશતા નથી. સાધુઓ હાસ્યની કથાઓ કરીને કલેશની ઉદીરણ થાય તેમ પ્રવૃત્તિ કરતા નથી. જ્યારે મુનિવર લે છે ત્યારે તેઓ ભાષાસમિતિને ઉપયોગ ધારણ કરીને બોલે છે. જૈનધર્મની આરાધના પોતે કરે છે અને અન્યોને જૈનધર્મની આરાધના માટે ઉપદેશ આપે છે. અન્ય જીવોના હૃદયમાં સમ્યજ્ઞાનરૂપ દીપક પ્રકટાવવાને માટે તેઓ ઉપદેશ આપે છે. સર્વ જગતના જીવોનું તેઓ શ્રેયઃ ઇચ્છે છે. સાધુએ સર્વ જીવોની સાથે મૈત્રીભાવ ધારણ કરે છે, અને કોઈનું અશુભ કરવા પ્રવૃત્તિ કરતા નથી. ઉત્સર્ગમાર્ગ અને અપવાદના હેતુઓ અવબોધીને ઉત્સર્ગની વખતે ઉત્સર્ગ અને અપવાદની વખતે અપવાદ સેવે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવનું યથાર્થ સ્વરૂપ અવધીને વ્યવહાર અને નિશ્ચય
87
For Private And Personal Use Only