________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૮
સંવત ૧૯૬૮ ની સાલને વિચારે.
અશુભ પ્રકલ્પ છે. અને જે વિષય પિતાના અભિપ્રાય વડે પુષ્ટિકર થાય છે, તેના પર સ્વમતિવિકલ્પવડે અભિહત મનુષ્યો ભૂયઃ દેશ કરે છે. બાહ્ય પદાર્થોમાં શુભત્વ આ અશુભત્વની કલ્પના કરતો નથી. પર વસ્તુમાંથી શુભત્વ અને અશુભત્વને અધ્યાત ટળી જ એ કોઈ સામાન્ય કાર્ય નથી. ઉત્તમ જ્ઞાનની પરિપકવ દશા થતાં બાહ્યભાવોમાં શુભ વા અશુભની કલ્પના થતી નથી, અને તે પદાર્થોના સંબંધમાં આવ્યા છતાં પણ તેમાં લેપાયમાનપણું થતું નથી. તત્ત્વજ્ઞાનીઓને વસ્તુ સ્વરૂપ આ પ્રમાણે ભાસે છે. આવી દશા પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળા છાએ પ્રથમ પ્રત્યેક પદાર્થોમાં શુભાશુભત્વ કપાય છે. તે કયા કયા દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી કલ્પાય છે તથા તેમાં શુભાશુભત્વની કલ્પના કયા કયા કારણથી મનુષ્યો વગેરે કરે છે તે સંબંધી ઉંડા ઉતરીને વિચાર કરવો જોઈએ. વ્યવહાર અને નિશ્ચયનયથી પદાર્થોનું સ્વરૂપ વિચારવું જોઈએ. અને હેય, ય, તથા ઉપાદેયને વિચાર કરીને વિષયોના નિમિત્તે વડે જે જે શુભાશુભ કલ્પનાના વિકારે ઉઠે છે તેને નાશ થાય એમ પ્રવર્તવું.
સંવત્ ૧૯૬૮ વિશાખ વદિ ગુરૂવાર. તા. ૨-૫-૧૬ બેરસદ.
જે મનુષ્યો ઉત્સર્ગમાર્ગથી સંપ્રતિકાલમાં સાધુઓમાં સાધુના આચારે દેખવા એકાતે વિચારો કરે છે, તેઓ ભૂલ કરે છે. જેટલા ઉત્સર્ગ માગે છે તેટલા અપવાદ માર્ગો છે. ટેકરીઓની અપેક્ષાએ ખાડાઓ હોય છે. ઉત્સર્ગ ચારિત્રમાર્ગના રક્ષણ માટે ચારિત્ર સંબંધી અપવાદ માર્ગોનું અવલંબન કરવું પડે છે. ચારિત્રમાર્ગ સંબંધી ઉસર્ગ અને અપવાદનું જે મનુષ્યો વિશેષ પ્રકારે જ્ઞાન કરે છે તેઓને દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, અને ભાવ પ્રમાણે સાધુઓના ચારિત્રનું જ્ઞાન થાય છે અને તેથી તેઓની સાધુઓ ઉપરથી શ્રદ્ધા ઉઠી જતી નથી. ઉત્સર્ગને ઠેકાણે ઉત્સર્ગ અને અપવાદને ઠેકાણે અપવાદની યોજના કરવી. ત્રણ ગુપ્તિ એ ઉત્સર્ગ માર્ગનું ચારિત્ર છે. અને પાંચ સમિતિ એ અપવાદ માર્ગનું ચારિત્ર કહેવાય છે. કારણવડે કાર્યની સિદ્ધિ થાય છે. પણ કારણ વિના કદાપિ કાર્યની સિદ્ધિ થઈ શકતી નથી, જે મનુષ્યની સાધુઓના ઉ૫ર અરુચિ હેાય છે તેઓ
For Private And Personal Use Only