________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૬
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચારે.
મસ્તક પર હાથ મૂક્યો ત્યારે હું સાવું છું એમ ભાન આવતાં દુર્થાનને પશ્ચાત્તાપ કરી શુભ ધ્યાન ધરવા લાગ્યા, અને તેથી શુકલધ્યાનમાં પ્રવેશ કરીને કેવળ પામ્યા. ભવદેવ મુનિ થયા બાદ સ્ત્રીના રાગથી પિતાના ઘેર ગયા અને તેમની સ્ત્રીએ તેમને પ્રતિબંધ આપીને પુનઃ ચારિત્રમાં સ્થિર કર્યા. ગચ્છમાં રહેલ સ્થવિર મુનિના આલંબનથી પડતા પરિણામને પામેલા લઘુ શિષ્યો પણ ચારિત્રના ચડતા પરિણામને ધારણ કરે છે. શુભાલંબન પામીને ચંડકોશીયા સર્ષે સ્વર્ગમતિની પ્રાપ્તિ કરી. ગતિમાદિ વિ, શ્રીપ્રભુનું નિમિત્ત પામીને ચારિત્રમાર્ગ અંગિકાર કરી ગણધર પદવી પામ્યા. બ્રહ્મચર્યની નવવાડ શાસ્ત્રોમાં બતાવી છે તેનું કારણ પણ એ છે, કે નવવાડના આલંબનવડે કામના વિકારોથી દૂર રહી શકાય છે. અશુભ હેતુરૂષ આલંબનોથી આત્માની અશુદ્ધ પરિણતિ થાય છે, માટે સામાં ગુરૂ આદિ શુભ આલંબન લેવાનું દર્શાવ્યું છે. પુષ્ટ એવાં શુભ આલંબનના અત્યંત સંબંધમાં રહેવાથી અશુભ રાગાદિ શત્રઓનો ભય અને તેનું પ્રાબલ્ય ટળે છે, રાગ ને જે જે આલંબને લેવાથી ક્ષય થાય તે તે આલંબનને સેવવા સદાકાળ ભવ્ય જીવોએ પ્રયત્ન કરવો જોઈએ. જેની સંગતિ કરવાથી આત્મા પ્રતિદિન અશુભ એવા રાગદ્વેષાદિ પરિણાભમાં લયલીન થતા જાય તેને અસત સંગત કહેવામાં આવે છે. સગુણ મનુષ્યનું આલંબન લેવાથી આત્માની પરિણતિ સુધરે છે અને અશુભ વિચારોથી આત્મા પ્રતિદિન વિરામ પામે છે.
સંવત્ ૧૯૬૯ વૈશાખ શુદિ ૧૪ મંગળવાર, તા. ૩૦-૪-૧૯૧ર.
બારસદ. જૈનધર્મમાં દાખલ થનાર મનુષ્યોને સર્વ પ્રકારની શકિતથી ખૂબ ઉત્તેજન આપવું જોઈએ. નવીન જેને બનાવવાને માટે જેનેએ એક સમાજ સ્થાપીને ચાંપતા ઉપાયો યોજવા જોઈએ. મનુષ્ય સહેલાઇથી તનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે એવા જૈનધર્મનાં પુસ્તકોને મફત ફેલા કરે જોઈએ. દેશદેશ અને ગામેગામ જૈનધર્મમાં અન્ય મનુષ્યોને લાવી શકે એવા દક્ષ ભાષણકર્તાઓને મોકલવા જોઈએ. નવીન જૈન બનાવવા માટે અને જૈનધર્મમાં દાખલ થયેલાઓની વ્યવસ્થા કરવા માટે એક મોટું
For Private And Personal Use Only