________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
૨૮૫
શમાં ઉડવાને સમર્થ થાય છે. આત્મજ્ઞાનને પરિપકવ અનુભવ થયા વિના મનની ચંચલતાને ટાળવા કોઈ સમર્થ થઈ શકતો નથી. આકાશની સાથે અનેક તોપ વગેરેથી લડવું તેની બરોબર મનને તાબે કરવાનું કાર્ય છે. આત્માના તાબામાં ન આવેલું એવું મને પોતાની ઈચ્છા પ્રમાણે ભટક્યા કરે છે. મનને ઇચ્છાના કીડાના દર જેટલો માર્ગ આપવામાં આવે છે તો તે ધીમે ધીમે આકાશ જેટલો ઈચ્છા માર્ગ કરી દે છે. મનને ગાળે દેવાથી વા તેની નિંદા કરવા માત્રથી કંઈ તે આત્માના વશમાં આવતું નથી. મને નને વશ કરનારા ખેલાડીઓ કે જેને યોગીઓ કહે છે, તેઓ ધીમે ધીમે આત્મજ્ઞાન વડે મનને વશ કરવા યુક્તિઓ રમ્યા કરે છે, અને મનને અંતરમાં હળવે હળવે ચોટાડે છે, પશ્ચાત તેઓ મનને રાજોગવડે નિર્વિક બનાવે છે. રાગ અને દ્વેષરૂપવિષથી રહિત મન કરવાને માટે સર્વએ સર્વ જીવોના ભિન્ન ભિન્ન અધિકાર જાણીને અધિકારભેદે અનેક ઉપાયો દર્શાવ્યા છે. જલના કલ્લોલોની શાંતિ થતાં સરોવરમાં જેમ ચંદ્રનું પ્રતિબિંબ પડે છે, તેમ મનમાં ઉઠતા રાગ-દેષના અધ્યવસાયરૂપ કલ્લોલ શમતાં મન રૂપ માનસ સરોવરમાં આત્માનું ધ્યાન પ્રકટે છે, અને તેથી આત્માનું દર્શન ખરેખર આત્મા પોતે કરે છે. જે ચમત્કારે દુનિયામાં ગુપ્ત રહેલા છે, તે સર્વનું જ્ઞાન કરવું હોય તે યોગવિધાને અભ્યાસ કરીને મનને આત્માના વશમાં કરવું. મનને વશ કરીને ભેગીએ અનેક પ્રકારના ચમત્યારે કરી બતાવે છે. આવતમાં મનને વશ કરવાનો અભ્યાસ કરનારા ઘણું મુનિવરો ઉત્પન્ન થાઓ.
સંવત ૧૯૬૮ વૈશાખ શુદિ ૧૩ સેમવાર તા. ર૯-૪-૧૨ આંકલાવ.
સમ્યજ્ઞાન, દર્શન અને ચારિત્રના નિમિત્ત હેતુઓનું આલંબન લેવું. નિમિત્તવાસી આભા છે. એ વાત કદાપિ ભૂલવા ગ્ય નથી. નિમિત્ત પામીને જીવ પાછો શુભ માર્ગમાં આવે છે. દિવસમાં અનેક શુભ અને અશુભ નિમિતિનો સંયોગ પ્રસંગે પાસ થયા કરે છે. અશુભ આલંબનથી આમાની પરિણતિ બગડે છે. પ્રસન્નચંદ્ર-રાજર્ષિએ દૂતના શબ્દો સાંભળીને અશુભ ધ્યાન ધર્યું અને પોતાના મસ્તકને મુકુટ મારવા માટે
For Private And Personal Use Only