________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
૨૮૩
અમુક ગુણસ્થાનકના હદ વાળી કરી શકાય છે. સાધુ અવસ્થામાં બહુ શ્રત દશા પ્રાપ્ત કરીને ઉપર્યુક્ત સામગ્રીને સંયોગ પ્રાપ્ત કરવામાં આવે તો આમસુખની પ્રતીતિનો અનુભવ સારી રીતે પ્રાપ્ત કરી શકાય છે, તેમાં કઈ પ્રકારની શંકા નથી. આત્માર્થ સાધુને છેવટ આવી ઉત્તમ અવસ્થા ઈચ્છવા યોગ્ય છે. સાધુના આચાર સચવાતા હોય અને આત્માને સહજ આનંદ જે સામગ્રીથી અનુભવાત હોય તેવી સામગ્રીની પ્રાપ્તિ થાઓ. સદાકાલ વ્યવહાર અને નિશ્ચયનય પૂર્વક સમાધિ દશાને ઈચ્છવામાં આવે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય એ પંચ આચારનું સમ્યગ્રીત્યા આરાધન થાઓ. આત્માની પરમાત્મતા પ્રકટ કરવા માટે સદાકાલ આત્માના શુદ્ધ ધર્મનું સ્મરણ થયા કરો. આત્માની શક્તિ પ્રતિદિન વિશેષ ખીલે એવાં સાધનની પ્રાપ્તિ થાઓ. જે જે ભાવવડે રાગદ્વેષની પરિણતિ મંદ પડે અને આત્માની શુદ્ધ પરિણતિ સમ્મુખ થવાય તે તે ઉપાયની પ્રાપ્તિ થાઓ. સતત ધ્યાન ધારાને પ્રવાહ ચાલ્યા કરે એવી પુછ સામગ્રી મળે. આચાર અને વિચારોની શુદ્ધતામાં ક્ષણે ક્ષણે વૃદ્ધિ થાઓ, એમ ઇચ્છું છું. ધ્યાન અને સમાધિમાં આયુષ્યનો ઘણે ભાગ જાય અને ધર્મનાં ઉપદેશાદિક કાર્યોમાં બાકીનું વહે, એમ ભાવના ભાવું છું.
સંવત ૧૯૬૮ વૈશાખ સુદ ૧૧. શનિવાર તા. ર૭-૪-૧૨ ઉમેટા. - જ્ઞાનરૂપ દીપવડે આત્મારૂપ ઘરમાં રહેલી ઋદ્ધિને દેખવી જોઈએ. જે યોગી હોય છે તે આતરિક લક્ષ્મીને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે. આત્મા પ્રસન્ન હોય છે, ત્યારે સદ્ગતિ થાય છે, અને આત્મા પ્રતિ આમા અપ્રસન્ન હોય છે ત્યારે દુર્ગતિ થાય છે. માટે આત્માવડે આત્માનું ધ્યાન ધરવું જોઈએ. સર્વતીર્થને પૂછને સર્વતીર્થરૂપ બનનાર આત્મા શરીરમાં રહેલો છે. એવા આત્મારૂપ તીર્થનાં દર્શન કરવાં જોઈએ. સત્વ, રજો અને તમે ગુણાતીત આત્માનું શુદ્ધ સ્વરૂપ છે. આત્મારૂપ દેવ વસ્તુતઃ સાત ધાતુથી રહિત છે. પિતાના જ્ઞાનાદિ ગુણમાં રમણ કરનાર આમા પિતે દેવ બને છે. સંતપરૂપ અમૃતમાં મગ્ન રહેનાર અને જેને શત્રુ મિત્ર સમ છે, એવા તથા શાતા અને અશાતાને સમભાવે વેદનાર રાગદ્વેષથી પરાભુખ અને આત્મજ્ઞાન વડે બાળ સાંસારિક કલેશને ભૂલનાર એવા પૂજ્ય મહામાએ મોક્ષ પ્રાપ્ત કરે છે.
For Private And Personal Use Only