________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२८२
સંવત ૧૯૬૮ ની સાલના વિચારો.
વિનયન આચાર સેવતો તે ઘણું કર્મની નિર્ભર કરે છે, અને અનેક મનુષ્યોના પ્રેમને મેળવી શકે છે, વિનયી શિષ્ય પિતાના સદ્ગુરૂની કૃપા મેળવવાને સમર્થ બને છે, અને તેથી ગુરૂ પોતાની પાસે જે જે હેય છે તેને આપવા માટે ઉત્સુક બને છે. વિનયહીન મનુષ્યો કે થાકાનની કુતરીની પેઠે જ્યાં જાય છે ત્યાં હડધૂત થાય છે. અને તેમના ઉપર ગુણીપુરૂષનું બહુ માન રહેતું નથી. મન વાણી અને કાયાથી જેઓ સમ્યગ્રીત્યા વિના યનું આરાધન કરે છે તેઓ સંસાર સમુદ્રને તરી જાય છે. જેઓ શ્રી સદગુરૂને વિનય સેવતા નથી, અને ગુરૂને અવિનય કરે છે, તેઓ આ ભવમાં પણ ખરી શાન્તિ અને મહાપદને પ્રાપ્ત કરી શકતા નથી. સર્વ આચરણમાં વિનયસમાન કોઈ ઉત્તમ આચરણું નથી. જેનાગોમાં વિનયની ઠેકાણે ઠેકાણે ઉત્તમતા દર્શાવી છે. તે પ્રમાણે વિનય ગુણને જે આચારમાં મૂક્વા મનુષ્ય પ્રયત્ન કરે તે ગુણોનું ધામ બને, એમ કહેવામાં કાંઈ આશ્ચર્ય અવબોધાતું નથી. ઉત્તમ શુદ્ધપ્રેમના જેઓ ઉપાસકો છે તેઓ ઉત્તમ વિનયગુણને એવી શકે છે. દ્રવ્ય વિનય અને ભાવ વિનયનું સ્વરૂપ અવબોધીને વિનય ગુણ પ્રાપ્ત કરવા પ્રયત્ન સેવવો જોઈએ.
સંવત્ ૧૬૯૮ વિશાખ શુદિ શુક્રવાર તા. ર૬-૪-૧ર પાદરા
અધ્યાત્મજ્ઞાન, તીવ્ર જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય, સહજ સમાધિની પરિણતિ અને ચિત્તમાં વિકલ્પ સંકલ્પ ન પ્રકટે એવાં ધ્યાન યોગ્ય સાધને હાય, શરીર નિરોગી હોય, બે ત્રણ અધ્યાત્મજ્ઞાની અને પ્રમાદથી દૂર રહેનારા ઉત્તમ આચારશીલ શાન્ત, સાધુઓની સંગતિ હોય તો આત્માની ઉચ્ચ પરિણતિની વૃદ્ધિ થયા કરે એમાં કંઈ આશ્ચર્ય નથી. અ૮૫ ઉપાધિ હોય, આભાર્થી અને જ્ઞાની અને તેમજ અપ્રમત્ત દશાના અભિલાષી એવા મનુબેને જ માત્ર પરિચય હોય, તેમજ ગામની બહાર રહેવાનું નિર્જન અને ઉપાધિ રહિત સ્થાન હોય, તેમજ જ્યાં રહેવાથી આત્માના સ્વરૂપમાં રમ
તા થતી હોય, તેમજ જ્યાં રહેવાથી જ્ઞાન-ધ્યાનની વૃદ્ધિનાં સાધને પરિ. પૂર્ણ મળતાં હોય અને તેમજ દ્રવ્યાનુયોગના તથા અધ્યાત્મના ત્રણચાર સારા ગ્રંથો છે, તે સાધુદશામાં તે વાંચીને આત્માની શુદ્ધ પરિણતિ
For Private And Personal Use Only