________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચારો.
૨૮૧
આપવાની જરૂર છે. વ્યભિચાર, પ્રપંચ, માજશેખ અને અવિવેતા વગેરે દુર્ગુણેને ઉપન્ન કરનારાં પુસ્તકે રચવાથી દુનિયાને અવનતિના ખાડામાં ઉતારી શકાય છે. હિંસા, જુઠ, ચેરી, વ્યભિચાર, છળ, વિશ્વાસઘાત, વૈર, અહંકાર અને સ્વચ્છંદતાને વધારનારાં પુસ્તક અને લેખો લખવાથી દેશનું વા કોમનું કલ્યાણ થઈ શકતું નથી. જે ભાષાને મનુષ્યો બાલ્યાવસ્થાથી બોલતા હોય એવી ભાષામાં ગ્રંથ વા લેખો લખવાથી લાખો અને કરડે મનુષ્પો ઉપર વિચારોની અસર કરી શકાય છે. શ્રી તીર્થકર અને આચાઓંએ આવી ઉત્તમલીને અનુસરી જીવતી ભાષામાં ઉપદેશ અને ગ્રંથ લખવાને પ્રયાસ કર્યો છે. પ્રગતિમાર્ગ તરફ મનુષ્યનું ધ્યાન ખેંચાય અને જૈનાગમોથી અવિરૂદ્ધ એવા અને પ્રત્યેક મનુષ્યના સ્વાધિકારને જણાવનાર ગ્રંથો લખી છપાવીને તેને સર્વત્ર ફેલાવો કરવો જોઈએ. ધાર્મિક ગ્રંથોનાં રહસ્યોને જગતમાં ફેલાવો કરવાની જરૂર છે. દુનિયામાં સર્વ પ્રકારનું જ્ઞાન કરવાની આવશ્યક્તા છે. સર્વ પ્રકારનું જ્ઞાન કરતાં ઉત્તમ વિવેક પ્રકટી શકે છે. મનુષ્યોએ પોતાની ઉન્નતિમાં સહાયકારી ગ્રંથને અવશ્ય વાંચવા જોઈએ. શારીરિક, વાચિક, માનસિક અને છેલ્લામાં છેલ્લી આત્મિક ઉન્નતિ છે. અધ્યાત્મ ગ્રંથોના પરિશીલનથી આત્મિક ઉન્નતિ થાય છે.
સંવત ૧૯૬૮ વૈશાખ શુદિ ૮ ગુરૂવાર તા. ૨૫-૪-૧ર પાદરા.
સર્વધર્મનું મૂળ વિનય છે. વિનય વિના શ્રી સદગુરૂની ઉપાસના થઇ શકતી નથી, અને વિનય વિના સદગુરૂ પોતાના અંતઃકરણથી ગુપ્ત વિદ્યાઓ આપતા નથી. ગમે તે મનુષ્ય વિદ્વાન હેય અને લાખો મનુષ્ય તેને માનતા હોય તો પણ તે ઉચિત વિનય વિના શોભાને ધારણ કરી શકતો નથી. લેકિક અને લોકોત્તર ભેદથી વિનયનું સ્વરૂપ અવબોધીને જેજે સ્થાને જે જે પ્રમાણે વિનયની આચરણ કરવી ઘટે તે તે સ્થાને છે તે પ્રમાણે વિનયની આચરણ આચરવી જોઈએ. લોકોત્તર ગુણવંતોનો વિનય કરવાથી તીર્થકર પદની પ્રાપ્તિ થાય છે. વિનય કરતી વખતે પ્રશસ્ય પરિણામને પ્રવાહ વધે છે અને હૃદયમાં લઘુતા ઉત્પન્ન થાય છે, તેથી જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થાય છે, અને તેમજ બંધ થાય છે, સમ્યફવંત જીવ
86.
For Private And Personal Use Only