________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારો,
૨૭
નાના:
પ્રભુ પદ પ્રાપ્ત કરવાને મનુષ્ય અધિકારી બને છે. જેઓને દુનિયાના સર્વ જેવો પિતાના આત્મસમાન ભાસે છે, તેઓ કોઈ પણ જીવને ઘાત કરવા ઈચ્છા અને પ્રવૃત્તિ કરે નહિ, એમ બનવા લાગ્યા છે. અનંત છ સર્વ જ્ઞની આજ્ઞા મુજબ દયાને સેવી પરમાત્માઓ થયા, મહાવિદેહમાં થાય છે અને ભવિષ્યમાં થશે. દયા, અનુકંપા, આદિ ભાવને પ્રકટાવવા માટે જીવનું સ્વરૂપ અવધવું જોઈએ. વીતરાગ-આગને ફેલાવો કરીને દુનિયામાં સર્વત્ર દયાના વિચારો ફેલાવવા જોઈએ. જેઓ જીવદયાના પ્રતિપક્ષી બને છે અને જીવદયાનું ખંડન કરે છે, તેઓ ધર્મના પ્રતિપક્ષી બને છે, અને સંસારમાં અનેક પ્રકારનો દુઃખે પામતા છતાં પરિભ્રમણ કરે છે. આચારાગ વગેરે સુત્રોમાં જીવદયાનું સારી રીતે પ્રતિપાદન કર્યું છે. શ્રાવક કરતાં સાધુનાં વતે અંગીકાર કરવાથી જીવોની અનંતગણી દયા કરી શકાય છે. સાધુને છકાયના પ્રતિપાલક કહ્યા છે. આવા અને ધર્મ. જેઓ કોઈ જીવની હિંસા કરતા નથી તેઓ મુક્ત થાય છે. કોઈ પણ જીવને કોઈપણ રીતે પીડા કરવી નહિ, એજ ધર્મનું મૂળ રહસ્ય છે. દુનિયામાં ખરેખર ધર્મીઓ દયાના સિદ્ધાંતને પાળનાર જૈને ગણાય છે.
સંવત્ ૧૯૬૮ વૈશાખ સુદિ ૬ મંગળવાર તા. ૨૩-૪-૧૨ પાદર.
જનશાસનની સેવા કરનારા જૈનેની પ્રશંસા કરવાથી તેનામાં જૈનશાસનની સેવા કરવાની શકિત વધે છે. જૈનધર્મની પ્રભાવના કરનારાઓની સહાય કરવી. અંગત વૈરાદિનું વિસ્મરણ કરીને જૈનશાસનની સેવા કરવા માટે સર્વ જનેએ સંપીને વર્તવું જોઈએ. જૈનધર્મના ઉપદેશક અને જૈન ધર્મના ગ્રન્થો બનાવીને જૈનધર્મને ફેલાવો કરનારા મુનિવર વગેરેની ભક્તિ કરવાથી મહા ફલ પ્રાપ્ત થાય છે. જૈનધર્મની સવામાં તીર્થકરની સેવાનો લાભ મળે છે. હવે જમાનાને પહોંચી વળવા માટે જૈનધર્મના સિદ્ધાન્તને જે જે ઉપાયથી ફેલાવો થાય છે તે ઉપાયને હાથ ધરવામાં એક ક્ષણ પણ પ્રમાદ કરવાને સમય નથી. જે. નોએ પિતાની જાત માટે પરસ્પર કલેશ વગેરે સહન કરીને પણ જૈનશાસનના કામમાં એક સંપ ધારણ કરવો જોઈએ. નાતજાતના અને
For Private And Personal Use Only