________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭e
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચારે.
ઉભો થાય છે તેનું નસીબ પણ ઉભું થાય છે. જુના અને નવા વિચારોના મતભેદની સહનશીલતા ધારણ કરીને સર્વ મનુષ્યોએ મળતા આવતા સામાન્ય વિચારોમાં ભેગા રહીને કાર્યો કરવાં જોઈએ. બૂમો પાડવાશી આગળ ગતિ થઈ શકવાની નથી. કિન્તુ કાર્યો કરવાથી આગળ જઈ શકાશે. જેનો જમાનાની પાછળ પાછળ ચાલશે તે આગળ વધેલાના દાસ જેવા ગણાશે. જૈન સાધુઓએ પણ અન્ય ધર્મોપદેશની અને જમાનાની પાછળ પાછળ ન ઘસડાવું જોઈએ. પણ જમાનાની આગળ ચાલવું જોઈએ. જમાનાની આગળ ચાલનારને વર્તમાનકાળમાં જના લોકો નિંદશે, ભાંડશે, તે પણ અંતે તે ભવિષ્યના લોકો માટે પૂજ્ય ગણશે. જૂના અને નવીન વિચારોની કેટલીક બાબતમાં સંમિશ્રતા કરીને કાર્યો કરવાની જરૂર છે. હાલ જ્ઞાનને જમાને છે. તેમજ શોધ ખોળને જમાને છે. સંકુચિત, દષ્ટિધારકો જે જમાનાને ઓળખશે નહિ અને તેમજ જમાનાને અનુસરી પ્રગતિમાર્ગમાં ગમન નહિ કરશે તે પાછળ રહી જશે. વિવેકથી અધિકલાભ દેખી જમાનાને અનુસરી ચાલવું જ જોઈએ. ભવિષ્યમાં સાયન્સવિધા હુમરકલા અને જ્ઞાનનો ઉદય વધશે.
સ
સંવત ૧૯૬૮ ચૈત્ર વદિ ૧૧ શનિવાર તા. ૧૩-૪-૧ર વડેદરા.
ધર્મને મૂળપાયો અધ્યાત્મજ્ઞાન છે. અધ્યાત્મજ્ઞાનને શિખરે ચઢેલા મનુષ્ય નિત્ય સુખમાં સદાકાળ મગ્ન રહે છે. શુષ્કતા આનન્દ રહિત સમય એવું અધ્યાત્મજ્ઞાન જેઓને પ્રાપ્ત થાય છે. તેઓની માનસિક સુષ્ટિ ખરેખર શુકલેશ્યાના ગે સ્ફટિકરનસમાન નિર્મલ બને છે. અધ્યાત્મજ્ઞાનમાં પરિણમવાથી મનમાંથી કૃણાદિલેશ્યાએ ટળી જાય છે, જેને અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત થએલું હોય છે તે આત્માની સૃષ્ટિને વિલાસી બને છે. દેવતાઓના વિહાર કરતાં તેને વિહાર બહુ આનન્દમય હોય છે. મૂળ અધ્યાત્મ જ્ઞાનને પ્રાપ્ત કરવાથી સર્વ પ્રકારના દોષ ટાળવાની બુદ્ધિ પ્રકટી શકે છે. આત્માની શ્રદ્ધા અને આત્માની શકાય ખીલવવાનું કાર્ય જેઓ કરે છે તેઓ સર્વ મનુષ્યો વા સવ જીવોના હૃદયમાં પ્રવેશ કરીને સર્વ જીવોને પોતાના હદયની પાસે લાવીને મહાન લાભ આપે છે. અધ્યાત્મજ્ઞાનની પરિકૃતિ
For Private And Personal Use Only