________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
ત્યારે કર્મબંધ ન થાય તેવી રીતે મનને જોડીને કાર્ય કરવામાં આવે તો તેથી દુનિયાની તથા પિતાની ઉન્નતિ સાધી શકાય છે. પરમાર્થ વ્યવહારિક કાર્યો કરવામાં તથા આભાના સગુણોમાં રમણતા કરવામાં રાગ દ્વેષ રહિત મનની દશા કરવાની ખાસ જરૂર છે. પ્રારબ્ધ કમને શરીરધારા ભાગવ્યા વિના છૂટકો થવાનું નથી. ત્યારે તે વખતે મનની સમાનદશા જળવાઈ રહે એવી ઉદશા સેગ્યા વિના કાર્યસિદ્ધિ થવાની નથી. લાગણને દુઃખવનારા અનેક શબ્દો સાંભળવામાં આવે વા અન્ય તરફથી ઉપસર્ગ કરવામાં આવે તો પણ પારમાર્થિક કાર્યો કરવામાં અથવા આત્મરમણતામાં મનને બાહ્ય સંયોગોથી અસર થાય નહિ એવી દશા પ્રાપ્ત કર્યા વિના પિતાનું અને દુનિયાનું ભલું કરવા શકિતમાન્ થઈ શકતું નથી. આત્મામાં ઉંડુ ઉતરી ગયેલું અને ત્યાં સ્થિર થએલું મન ખરેખર અત્તરના આનન્દથી જીવી શકે છે અને તેનું પ્રતિબિંબ જાણે બહિરમાં દેખાતું હોય એવો ભાસ થાય છે, સહજાનંદ રસમાં મનને બોળી દો.
સંવત ૧૯૬૮ ચૈત્ર વદિ ૧૦ શુક્યાર. તા. ૧૨-૪-૧ર.
નવા યુગનો આરંભકાલ ખરેખર નૂતન વિચારોથી થાય છે. દોડતા જમાનામાં મનુષ્યોએ દોડવું જોઈએ; પણ પાછળ પડવું જોઈએ નહિ. જુનું તે સારું અને નવું તે ખોટું એવી બુદ્ધિ રાખવી નહિ. અને તેમજ નવીન તે સારું અને જુનું તે ખોટું એમ માનવાની પણ કદિ ભૂલ કરવી નહિ. જૂનામાંથી જે જે સારું લાગે તે લેવું અને નવીનમાંથી જે સારું લાગે તે લેવું, અને અભ્યદયમાગમાં એક સ્થિર દૃષ્ટિ ધારણ કરીને ચાલ્યા જવું જોઈએ. જૂના અને નવા વિચારો માટે પંથો ઉભા કરવાની જરૂર નથી. નવા અને જાના વિચારોની તુલના કરવી જોઈએ. અને જુના તથા નવા વિચારોને સાંકળના આંકડાઓની પેઠે ગઠવીને ઉન્નતિક્રમમાં પગલું ભરવું જોઈએ. સર્વ બાબતેના વિચારોને અપેક્ષારૂપ આંકડાઓથી ગોઠવીને તેની વિચાર સાંકળ બનાવવી જોઈએ. આ જમાને આગળ વધવાનું છે. પણ હાથ પગ બાંધીને બેશી રહેવાને નથી. જે બેસી રહે છે તેનું નસીબ પણ બેસી રહે છે. અને જે હાલે છે તેનું નસીબ પણ હાલે છે. જે
For Private And Personal Use Only