________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૮
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
બીજાની અદેખાઈયાં જનમમાં જમા કલેશ કરાવનારા ઘણે સાધુઓ જો એક ગામમાં રહે છે તે તે ગામના લોકોમાં કલેશ, કુસંપ, અને અરૂચિ. ભાવ ફેલાવે છે. ઘણુ મતભેદેના ઝઘડાઓમાંથી કોમનું અને સાધુ મોનું બળ છિન્નભિન્ન થઈ જાય છે. જનસાધુઓનું આત્મબળ છિન્નભિન્ન થવાથી તેઓ શ્રી મહાવીર પ્રભુની દુકાનમાં મનુષ્યોનો વધારો કરી શક્તા નથી. હે શાસનદેવતાઓ! તમે જૈનશાસનને ખીલ. મતભેદ, ઈર્ષા, નિંદા વગેરેથી જૈન સાધુઓને મુક્ત થવામાં સહાય કરે. ચતુર્વિધ સંઘની ગુણવડે અભિવૃદ્ધિ થાઓ !
x
x
સંવત્ ૧૯૬૮ ચિત્ર વદિ ૮ ગુરૂવાર. તા. ૧૧-૪-૧ર પાદરા.
પાંચ ઈન્દ્રિોની સાથે મન જોડાય છે ત્યારે ઇન્દ્રિયોથી વિષય ગ્રહણ થાય છે. મનને આત્માના શુદ્ધ ગુણમાં જોડવામાં આવે છે તે બાહ્યની ઈન્દ્રિયોને વ્યાપાર પ્રવર્તતા નથી. આત્માની સાથે યોજાયેલું મન ખરેખર આત્મિક સુખ પ્રદાવવા માટે નિમિત્તપણે પરિણમે છે. આત્મામાં પરિણામ પામેલું ભાવ મને ખરેખર બાહ્યના દુઃખ સંયોગથી દૂર રહે છે. આત્મામાં પરિણામ પામેલું મન વસ્તુતઃ કર્મ બાંધવાને માટે શકિતમ ન થતું નથી. કિન્તુ મેહાદિ કર્મને નાશ કરવાને માટે શકિતમાન થાય છે. બાહ્ય ઇન્દ્રિયના વિષયમાં રાગ અને દ્વેષપણે ભાવ મન પરિણાપતું હોય છે ત્યારે કર્મ બંધાય છે. પણ બાહ્ય ઇન્દ્રિયોના સંબંધમાં રાગ અને દેવ યુક્ત મને ન જોડાય ત્યારે બાહ્ય વિષય, કર્મ બંધમાં હેતુ પણે પરિણમતા નથી. રાગદેષ પરિણામથી રહિત એવું બને તે મોક્ષનું કારણ છે. આત્માના સ્વરૂપમાં રમણતા કરવામાં આવે છે ત્યારે ભાવ ચારિત્ર કહેવાય છે. આત્મામાં રમતા કરતાં કરતાં આનન્દ રસની ઝાંખી અનુભવાય છે. તે વખતે ત્રણ ભુવનનાં બાહ્ય સુખ તૃણસમાન ભાસે છે. એકવાર આત્માના સુખને અનુભવ આવે છે તે પધાત દુનિયાના પગલિક સુખની સ્પૃહા છૂટે છે. પાંચ ઇન્દ્રિયની સાથે સ્વાર્થ વિના દુનિયાના શ્રેયઃ માટે મન જોડાય છે, અને પારમાર્થિક કયે કરાય છે; તે નિષ્કામ કર્મ ગીની દશા પ્રાપ્ત થાય છે. પાંચે ઈન્દ્રિયોને વ્યાપાર થયા વિના તે રહેતું નથી
For Private And Personal Use Only