________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત્ ૧૬૬૮ ની સાલના વિચારો.
1
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
૧૬૮ ચિત્ર વદિ ૭ મંગળવાર, તા. ૯મી એપ્રિલ ૧૯૧૨ વડેદરા.
દેશમાં અનેક સગુણું મનુષ્ય જે કેળવણી લેવાથી ઉત્પન્ન થાય તેજ કેળવણી ઉત્તમ પ્રકારની કહેવાય છે. જે દેશમાં વિષય વાસનાને ઉત્તજન મળે એવી કેળવણું આપવામાં આવે છે તે દેશની અને અધે દશા થાય છે. દયા, ભકિત, શુદ્ધ પ્રેમ વિનય અને સદાચારથી વિમુખ કેળવણીને કેળવણીનું નામ આપી શકાય ન હ. જેનાથી સારા વિચાર રૂપે મન ન કેળવાય તેમજ જેનાથી ઉત્તમ શબ્દ બોલવાની ટેવ ન પડે અને તેમજ જેનાથી કાયા શુભ કાર્યોમાં વ્યાપાર યુકત ન થાય તે કેળવણી કથી શકાય નહિ. ભાષાજ્ઞાન પૂર્વક લખતાં તથા વાંચતાં આવડે એટલે કેળવણી પામેલ મનુષ્ય ગણાય એમ કોઈએ સંકુચિત અર્થ ગ્રહણ કરે નહિ. સ્વછન્દતાથી પ્રવૃત્તિ કરનારાઓ કેળવણી પામેલા કંઈ ગણી શકાય નહિ. અનેક સદગુણ પૂર્વક હૃદયને કેળવવાથી ખરી કેળવણી પામેલ મનુષ્ય ગણી શકાય છે. મન, વચન અને કાયાના યોગને શુભ માર્ગમાં પ્રવર્તાવવાની શકિત જે જે અંગે પ્રાપ્ત થાય છે તે તે અંગે સંસ્કારિત ઉગ્ય કેળવણું કથી શકાય છે. કાક અને કુતરાંનાં બચ્ચાંઓની પેઠ કંઈક કઈ ભાષામાં બોલતાં આવાયું એટલા માત્રથી કઈને કેળવાયેલો માની લેવાની ભૂલ કરવી નહિ. ઉખ્ય દયા, ભકિત, સત્ય, શુદ્ધ પ્રેમ, નિરહંકાર. પરોપકાર, ઉદારભાવ, સમાનત, દાનવૃત્તિ, બ્રહ્મચર્ય, વિરાગ્ય, વિવેક અને વિનયથી જેઓ કેળવાતા નથી તેઓ સાક્ષરે ગણાતા હોય છે તે રાક્ષસની વૃત્તિને ધારણ કરી શકે છે. સગુણ વિનાની કેળવણીથી બકરીના ગળાના સ્તનની પેઠે પિતાને તથા અન્યોને લાભ પ્રાપ્ત થઈ શકતો નથી. કેઈ પણ ભાષાના સાહિત્યના સાક્ષરો થવાથી પણ ઉત્તમ સગુણ વિના પિતાને તથા દુનિયાને આનન્દમય જીવનને લાભ આપી શકાતો નથી. સદ્દગુણેની ઉચ્ચ ભાવનાથી મન કેળવાતું ન હોય તો તે કેળવણીની શકિતથી અને પીડા આપી શકાય છે. ઉચ્ચગુણો વડે આખી દુનિયા સ્વર્ગ સમાન બને, અથી આખી દુનિયામાંથી વૈર, ઝેર, હિંસા, અસત્ય, ચોરી, વિશ્વાસઘાત, વાર્થ, ઈર્ષા, પ્રપંચ, ક્રોધ, માન, માયા, લોભ, નિંદા, ધર્મયુદ્ધ, અને અજ્ઞાન, વગેરે દેશે ટળી જાય તેવી કેળવણીને ફેલાવો કરવાની અત્યંત જરૂર છે. સહજાનંદમય એવા શાન્તરસની કેળવણીજ ખરેખર છેલ્લામાં છેલ્લી કેળવણી છે. આમાના અનંત ગુણો ખીલે એવા પ્રકારનું ધ્યાન ભાવિરૂપ અભ્યાસ છે. તે છેલલામાં છેલ્લી આધ્યાત્મિક કેળવણી અવ
For Private And Personal Use Only