________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મુત્ ૧૯૬૮ ની સાલના વિચાર,
સંવત્ ૧૯૬૮ ના ચૈત્ર વઢ ૭ સેામવાર તા. ૮-૪-૧૨ વડાદરા.
કોઇપણ પ્રકારની ભાષાના શબ્દોને મગજમાં ભરી રાખવાથી કોઇ તત્ત્વજ્ઞાન ગણી શકાતા નથી. સસ્કૃત ભાષાને જાણે એ નાની ગણાય અને ગુજરાતી વગેરે ભાષાએ જાણે અને તેમાં ગ્રન્થા લખે એ જ્ઞાની ન ગણાય એવા કઇ નિયમ નથી. ગમે તે ભાષાનુ નાન કરવામાં આવે તે પણુ તેથી નાનીપણું પ્રાપ્ત થઈ શકતુ નથી. ભાષા એ જ્ઞાન રૂપ મનુષ્યનાં વસ્ત્ર છે. જ્ઞાનના સકેતરૂપ અનેક ભાષાઓ છે. જે દેશમાં જે કાલે જે ભાષા જીવતી હાય છે તેનાવડે અન્યોને એધ આપવા માટે ગ્રન્થા વગેરે લખતાં લખાવતાં પાંડિત્ય કદાપિ ઘટતું નથી. જૈનાચામાંએ આજ નિયમને અનુસરી સ ંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી વગેરે ભાષાએનું અવલબત લઇને અનેક ગ્રંથા રચ્યા છે. કોઇપણ ભાષામાં સહ્ય તત્ત્વાના ઉપદેશ દેશ અને કાઇ પણ ભાષામાં સત્ય તત્ત્વના ગ્રંથો રચવા એજ પડિતાનું ખરૂ પાંડિત્ય છે. સંસ્કૃત ગ્રંથૈાનું ગુજરાતી વગેરે ભાષાન્તર કર્યા વિના છૂટકો ન તે હાય તેવા સમયમાં સંસ્કૃતભાષામાં ગ્રંથ રચીને ફક્ત પાંડિત્ય દર્શાવવા ની દૃષ્ટિ રાખવી એ વસ્તુતઃ જોતાં ચૈઞ નથી. ભાષા સંકેત રૂપ હાવાથી દેશકાલના યેાગે અનેક ભાષાએ પ્રકટી નીકળે છે. સવજીવ પ્રાયઃ તે તે દેશ અને કાલાનુસારે જીવતી ભાષામાં વિશેષ સમજી શકે છે. તેથી તીર્થંકર ભગવન્તા પણ અધ પ્રાકૃત મિશ્રિત ભાષામાં ઉપદેશ આપે છે તેયો તેમના કેવલજ્ઞાનને કંઇ હાનિ પહોંચતી નથી. જુની ભાષાઓતુ. અને જુની ભાષામાં લખાયલાં પુસ્તકોનું સંરક્ષણ કરવુ એ વાત કદિ ભૂલવા યેાગ્ય નથી; ભાષાના પાંડિત્યથી અહંકાર કદિ કરવા શ્રેષ્ટએ નહિ. મગજરૂપ કાથળામાં ભાષાના શબ્દોરૂપ દાણાઓને ભરવા અને મગાવવા માત્રથી કે પાંડિત્ય પ્રાપ્ત થતુ હાત તા રેલવે ગાડીઓને પણ પાંડિત્યપદ પ્રાપ્ત થઇ શકે. શબ્દાદ્દારા વિવેકજ્ઞાનને પ્રામ કરીને આત્માના સદગુણું। મેળવવા પ્રયત્ન કરવા જોઇએ. શુદ્ધ પ્રેમ, મૈત્રી ભાવના, ક્ષમા આદિ સદ્ગુણ્ણા મેળવાય તે ભાષાની સંસ્ક્રુળતા ગણાય. ભાષાના પાંડિત્યમાત્રથી આત્માની શુદ્ધ્દશા થતી નથી. ભાષા કરતાં આન્તરિક સદ્ગુણાની સ્ફુરણાએ વિશેષ પ્રકારે શાબી શકે છે. ગુણાના લાલિત્ય આગળ ભાષાનું લાલિત્ય હિસાબમાં નથી.
X
X
x
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
૨૬૫
-