________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે -~~~-~-- ---------------------------------.............................--- -- સંવત્ ૧૯૬૮ ચૈત્ર વદિ ૫ શનિવાર તા. ૬ એપ્રિલ ૧૯૧૯ વડોદરા.
આ કાલમાં સરાગ સંયમ છે. પ્રસ્થરાગાદિના સદ્ભવે સરાગ સંયમ કહેવાય છે. પણ અપ્રશસ્યરા ગાદિના સભાવે સરાગ સંયમ કહે વાતું નથી. પરાગ સંયમના પણ અસંખ્યા 1 ભેદ પડે છે. જે રાગ અને ઠેષ વડે સંવર તત્ત્વ સમ્મુખ થવાય તે પ્રશસ્ય રાગ દ્વેષ કહેવાય છે. અપશસ્ય રાગ દ્વેષના પરિણામને પૂરે જાણવા માત્રથી કંઈ તેને નાશ થતો નથી. કિન્તુ દેવ ગુરૂ આદિ શુભ આલંબનનું શરણ કરવામાં આવે છે, તેજ અપશસ્ય રાગાદિને પ્રશસ્યાગાદિપણે ફેરવી શકાય છે. શુભ નિમિત્તવિના શુભ ભાવનાની પ્રાપ્તિ થઈ શકતી નથી. મનુષ્ય પિતાની ચારે તરફ શુભ નિમિત્ત ગોઠવી દેવા જોઈએ, કે જેથી અશુભ પરિણામના સંગે મળતાં છતાં પણ શુભ પરિણામ ધારણ કરી શકાય. આત્માનું સમ્યજ્ઞાન પ્રાપ્ત કરવાથી આમામાં ઉચ્ચ વિવેક પ્રકટે છે, અને તેથી આશ્રવના હેતુઓને પણ સંવરપણે પરિણુમાવવાની શકિત પ્રકટે છે. અધ્યાત્મજ્ઞાનની પરિપકવદશાના તીવ્ર ઉપગે આશ્રવના હેતુઓને સંવર રૂપે પરિણુમાવી શકાય એમ બની શકે ખરૂં. અનુભવથી જોતાં આ બાબતની શ્રદ્ધા આવે છે. અધ્યાત્મજ્ઞાનની પકવદશાનું અહત્વ માનીને અજ્ઞાનીઓએ આશ્રવહેતુઓ અને સંવરરૂપે પરિણમે છે એમ મિથ્યાવિવાદ કરે નહિ. અનુભવની શાળાના વિદ્યાર્થી બનવું એ કંઇ સામાન્ય બાબત નથી. મનુષ્યોને એક અનુભવ ખરેખર ઉત્તરોત્તર અનેક અનુભવોને આપવા સમર્થ થાય છે. અન્તરંગ અને બાહ્યચારિત્રની પ્રાપ્તિ કરવા પ્રયત્ન કરવો જોઈએ. ચારિત્રધારકોએ સરાગતાનો કદિ દુરૂપયોગ કરે નહિ. આત્મસાધ્ય લયમાં રાખીને સંજવલન કેધ, માયા, માન અને લોભને પ્રશસ્યરૂપે પરિણાવવા જોઈએ. આત્માના શુદ્ધધર્મને ઉપગ ધારણ કરીને તેમાં રમણતા કરનારને ઉચ્ચ પરિણામની ધારા પ્રાપ્ત થાય છે. ગીતાર્થ ગુરૂ પર રાગ ધારણ કરવાથી રાગને આત્માના આલંબન રૂપમાં ફેરવી શકાય છે. આત્મારૂપ સાધ્યના રસીયાનું નિશાન તે વીતરાગદશારૂપ હોય છે. વિતરાગદયાના ઉપયોગીને સરોગસંયમ એક પગથી આ જેવું છે.
x
For Private And Personal Use Only