________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૨
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
સંવત્ ૧૯૬૮ ના ચિત્ર વદિ ૪ શુકવાર તા. ૫-૪-૧૨ વડોદરા.
અમુક કારણોથી કેટલાક મનુષ્ય પ્રતિપક્ષી લાગે છે, તેથી તેઓનામાં કેટલાક સદ્દગુણો રહ્યા હોય છે તે પણ દુર્ગુણોરૂપ ભાસે છે. પિતાના જે પ્રતિપક્ષીઓ હોય છે તેઓના ગુણોને પ્રાયઃ દેખવામાં આવે છે, અને તે સદગુણોનું ગાન કરવામાં આવે તે સજજનવ ગુણ ટકી શકે છે. પિતાનું કોઈ પ્રતિપક્ષી મનુષ્ય ન હોય ત્યાં સુધી તે પહેલીકેટીના મનુષ્યો તેના દુર્ગુણોને પણ સગુણરૂપે દર્શાવવા અન્ય મનુષ્યોની આગળ પ્રયત્ન કરે છે. પણ તે પ્રતિકૂલ થાય છે ત્યારે સદ્ગુણને પણ દુર્ગુણોરૂપે દર્શાવવાને પ્રયત્ન કરવામાં આવે છે. બીજીકેટીના મનુષ્યો પતિપક્ષીઓના સદગુણો અને દુર્ગણે રમે બંને દેખે છે, અને ઉત્તમોત્તમ કેટીના મનુષ્યો ગમે ત્યાં પ્રતિકૂલસંયોગોમાં પણ સ્વાર્થ વિના સર્વના ગુણોને દેખે છે, અને ગાય છે. સદગુણોને દેખવાથી અને સદ્ગુણોનું મનન કરવાથી સદ્ગણોને આત્મામાં આવિર્ભાવ થાય છે. ગુણાનુરાગદ્દષ્ટિ સદાકાલે રહેવી એ પ્રાયઃ બાલ જીવોને માટે દુર્લભ છે, ઉત્તમ પુરૂષો અનેક વિપત્તિચોમાં પણ ગુણાનુરાગદષ્ટિને ધારણ કરે છે, અજ્ઞાની જીવો મોહદષ્ટિના ચોગે અનેક દોષોને દેખવાને જ્યાં ત્યાં વ્યાપાર ધારણ કરે છે. જ્ઞાની સન્ત મનુષ્યની એક ઘડીની સંગતિ જે લાભ આપવાને માટે સમર્થ થાય છે તેટલે લાભ કદિ કરે અજ્ઞાની છથી મળી શકવાનો નથી. વય અને વેષથી કંઇ પૂજ્યત્વ પ્રાપ્ત થતું નથી. સણો વિના વય અને લિંગ માત્રથી કંઈ પૂજ્યતા પ્રાપ્ત થઈ શકતી નથી. સત્ય અને લક્ષ્મીના ધારકો જો વિવેક, વિનય, ગભીરતા, ઉદારતા, દયાળુતા અને ભક્તિ આદિ સગુણ વિનાના હોય છે તો અન્ય મનુબેને તેઓ અનેક પ્રકારની ઉપાધિ આપવા સમર્થ થાય છે. અનેક મનુષ્યના ભિન્ન ભિન્ન મત દેખીને સહનશીલતા ધારણ કરવી જોઈએ. ભિન્ન ભિન્ન મત દેખીને તે તે મતધારીઓ ઉપર દેષ ધારણ કરવામાં આવે છે તો સત્ય ધર્મ પાળનારના મનમાં કદિ શાન્તિ થવાની નથી. મતસહિષ્ણુતા નામનો ગુણ ધારણ કર્યા વિના દુનિયામાં દરેક મનુષ્યની સાથે સલાહશાન્તિથી રહી શકાતું નથી. સમ્યવની શ્રદ્ધા ધારણ કરીને નયોની સાપેક્ષતાએ ભતસહિષ્ણુતા ધારણ કરીને બાળજીને જૈન બનાવવાને માટે પ્રયત્ન કરવો જોઈએ.
For Private And Personal Use Only