________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાંવત્ ૧૬૮ ની સાલના વિચારે
૨૬૧
૨૬૧
AAAAAAAAAAAAAAAAAAAAA
છતાં જે મનુષ્ય પિતાનામાં સર્વ ગુણો ઉત્પન્ન થવા છે એમ માની લે છે તે ગુણોને પ્રકટાવવાને માટે ઉદ્યમ કરી શકતો નથી. આત્મામાં સત્તાએ અનન્ત ગુણો રહ્યા છે, પણ તેઓને પ્રકટાવ્યા વિના તે આત્માની પૂર્ણ સિદ્ધિ થવાની નથી. આગમે, ન્યાય અને વ્યાકરણ આદિ શાસ્ત્રનો અભ્યાસ કરીને પંડિત થઈ શકાય છે. આગમોનો અભ્યાસ કરીને વિદ્વાન થયા બાદ પણ મનમાં ઉત્પન્ન થનાર ક્રોધ, માન, માયા, લોભ, નિંદા, પ્રપંચ, અને ઈર્ષ્યાદિ દોષોને નાશ કરવા પ્રયત્ન કરવો જોઈએ. દોષોને ટાળ્યા વિના તે કદિ છુટકે થવાનું નથી અને તેમજ ખરી શાન્તિ મળવાની નથી. આગમો, ન્યાય અને વ્યાકરણ આદિ શાસ્ત્રોને અભ્યાસ કરીને પંડિત થઈ શકાય છે, પણ તેના કરતાં ક્રોધ, માન, માયા, લોભ, ઈર્ષ્યા, કલેશ અને ભેદભાવના આદિ દોષોને નાશ કરનાર મનુષ્ય અનન્ત ગુણ ઉત્તમ ગણાય છે. જ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિ માટે અન્તમાં સદાકાલ ઉપયોગ રાખવો જોઈએ. પ્રમાદદશાના હેતુઓને ત્યાગ કરવાને ઉપદેશ આપનારા અને અન્યામાં પ્રમાદદશાની પંચાત કરનારા મનુષ્ય તો ઘણું મળી આવે પણ અપ્રમત્તદાને ધારણ કરીને અન્યોને આદર્શની પેઠે દેષો ટાળવાને માટે નિમિત્તરૂપ બને એવા વિરલા મહાત્માઓ છે. દેષદૃષ્ટિથી અન્યના મલીનચરિત્રને જેમના મનમાં સંસ્કાર પડે છે તે મનુષ્યોમાં અનેક દે વગર લાવ્યા છતાં આવે છે. માટે તેવા મનુષ્ય અપ્રમત્તદશાની પ્રાપ્તિ વા તેની સ્થિરતા કરી શકતા નથી. દેષદષ્ટિધારકોના સમાગમમાં જેઓ આવે છે, તેનામાં અપ્રમત્તદશાનો ભાવ પ્રકટી શકતું નથી. અપ્રમત્તદશામાં ચિત્તની સ્થિરતા થવાથી હૃદયમાં શાસ્ત્રનો સાર સારી રીતે પ્રકટી શકે છે. અઝમતદશાધારક મુનિવરેને સદાકાલ નમસ્કાર થાઓ !
' x
x
x
x
For Private And Personal Use Only