________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૫ર.
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
સંવત્ ૧૯૬૮ ના ચત્ર સુદ ૯ બુધવાર, તા. ર૭-૩-૧૨ પાદરા.
કોઈ પણ પ્રકારની મનમાં ઈચ્છા પ્રટાવતાં પહેલાં મનમાં બહુ બહુ વિચાર કરવા. ઈચ્છાઓને પ્રકટાવીને તે પ્રમાણે આચારની પ્રવૃત્તિ કરતાં તે કરોડો વિચાર કરીને પ્રવર્તવાની જરૂર છે. પંચ ઈન્દ્રિયના વિષય સંબંધી મતિના સહારે જે જે ઇચ્છાઓ કરીને તે પ્રમાણે પ્રવૃત્તિ કરવામાં આવે છે, તે પ્રવૃત્તિને ત્યાગ કરવામાં આવે છે તો પણ તે તે ઈચ્છાની મતિ ગે, બંધાયલી વાસનાના ગે ઇત્યાદિ પ્રવૃત્તિને ત્યાગ છતાં પણું સ્વપ્ન વગેરેમાં વાસનાઓથી વિપરીત પ્રવૃત્તિ દેખાય છે. રાગદેષના સંસ્કારો ખરેખર સ્વપ્નમાં પણ પડવા સમર્થ બને છે. મનને વ્યાપાર વડે રાગદેષના સંસ્કારો વા વાસનાઓ ન ઉત્પન્ન થાય તે પ્રમાણે પ્રથમથીજ વિવેક જ્ઞાનેપગથી વર્તવું જોઈએ. હિંસા, જૂઠ, વ્યભિચાર, નિંદા, કામભામ, શોક, ઇર્ષ્યા, કોધ, માન, માયા, લાભ, અને મિથ્યાત્વના વિચારે કરતાં તે દુર્ગુણેના સંસ્કારો આત્મામાં ઉત્પન્ન થાય છે. અને તે સંસ્કારો ખરેખર અણધાર્યા ઉંઘમાં સ્વપ્નામાં પણ પ્રકટી નીકળે છે. અને કર્મની વર્ગણુઓને આત્માની સાથે બંધ કરાવે છે. કાયાથી જે જે પદાર્થોને ભોગ કર્યો હોય છે તેને સંસ્કારો તે મનમાં એવા દઢ પડે છે કે તે તે બાહ્ય પદાર્થોને ભેગ અને ઉપયોગ કરવાને ત્યાગ કર્યો હોય છે તો પણ સ્વપ્નમાં પાછા તેઓ સ્મૃતિને ઉત્પન્ન કરીને કર્મ બંધાવે છે. અજ્ઞાન દશાના મેગે આવી ચુક્ત વાતને નહિ સમજનારા છ બાલની પેઠે તે તે પદાથેની ઇચ્છા વડે સંસ્કારોને ઉત્પન્ન કરે છે. મનની ઈચ્છા છે જે સંસ્કારો ઉત્પન્ન કરાય છે તેને નાશ કરી શકાય છે. પણ મનમાં ઇચ્છા કરીને કાયા વડે તે તે પદાર્થોને ભોગ લેવાથી તે સજજડ ચીકણ સંસ્કારે ઉત્પન્ન થાય છે. માટે જ્ઞાની મનુષ્યએ અશુભ પદાર્થોના ભાગની ઇચ્છાઓને મનમાં ઉત્પન્ન થવા દેવી નહિ. ઈચ્છાઓમાં અર્થાવગ્રહ, ઈહા, અપાય, અને ધારણું, એ ચાર ભેદ મતિના પ્રવર્તે છે અને તેમને તેમાં અજ્ઞાન અને અશુદ્ધ વીર્યનું પણ પરિણમન હોય છે.
For Private And Personal Use Only