________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
૨૫૧
સંવત ૧૯૬૮ ના ચિત્ર સુદિ ૮ મંગળવાર તા. ર૬-૩-૧ર પાદરા.
પ્રત્યેક કાર્ય કર્યા બાદ શાતિ લેવી જોઈએ. પાંચે ઈદ્રિયો અને છઠ્ઠા મનને પણ અમુક કાર્ય પર્યત શાન્તિ આપવી જોઈએ. પ્રત્યેકેન્દ્રિયથી હદ બહાર કાર્ય લેવામાં આવે છે તે ઈન્દ્રિયની શક્તિ ક્ષીણ થઈ જાય છે. મનોવ્યદ્વારા ભાવમનનો વિષય પ્રવર્તે છે. ભાવમનનું કાર્ય પણ અનિયમિત અને હદ બહાર થાય છે તે મગજની નસે, થાકી જાય છે, અને તેથી શારીરિક અને માનસિક નબળાઈ જણાઈ આવે છે. કોઈ વખત નસો અને તેના અન્ય અવયવ ઉપર હદ બહાર ભાવમનના ચિંતવનના લીધે બાજો આવી પડે છે, તે ઘડીયાલના મંત્રના તારની પેઠે મગજ ખસી જાય છે, અને તેથી ગૃહિલત્વ પ્રાપ્ત થાય છે. શરીરના મહેનતુઓ કરતાં મનના મહેનતુઓને અમુક સમય પર્યત આરામ લેવાની ઘણી જરૂર છે. શારીરિક કાર્ય કરવા કરતાં માનસિક કાર્ય કરતાં ત્વરિત થાક લાગે છે. મીના સંચાઓમાંના યંત્રમાં જેમ ચરબીનો ઉપયોગ કરવામાં આવે છે અને ચરબીનો નાશ થાય છે. તેમ મગજને સંચે ચાલે છે તે વખતે વીર્યને અને રક્તને વ્યય થાય છે એમ અનુભવ આવે છે, માટે હદ બહાર માનસિક વિચારણુઓ પણ કરવા યોગ્ય નથી. ક્રોધ, ભય, લોભ, રાગ અને અન્ય કામના વિચારોથી હૃદય ઉપર ખરાબ અસર થાય છે. અને તેથી પર્વતમાં સુરંગ ફેડવાથી પર્વતની જેવી અવસ્થા થાય છે તેવી મન, કાયા અને આત્માની નિર્બલાવસ્થા થાય છે. શારીરિક બળ અને માનસિક બળને ખીલવીને તેને આત્માના ગુણોને ખીલવવાના કાર્યમાં વાપરવું જોઈએ. કોઈ પણ વસ્તુનું ધ્યાન ધરતાં મન થાકી જાય વા કાયા પણ થાકી ગયેલી દેખાય ત્યારે અવશ્ય અમુક વખત સુધી શાન્તિ લેવી જોઈએ. જેઓનાં મગજ નબળાં છે તેઓએ મગજને થાક લાગે એમ જણાય એટલે વિશ્રામ લેવો. વિચારનું યંત્ર વિજળીના પાવર કરતાં અત્યંત ઝડપથી ચાલે છે. માટે વિચાર કરનારાઓ બહુ મહેનત કરે છે અને તેઓને ઘણે આત્મભેગ આપવો પડે છે. વિચાર કરનારાઓને પ્રાયઃ વર્યાદિને વ્યય કરે પડે છે. અને તેઓ જે શાન્તિના વિચાર કરે છે તે ઘણે ઠેકાણે શાન્તિ ફેલાવી શકે છે. ખરી શાન્તિ તે પરભાવરમપુતાના ત્યાગથી થઈ શકે છે. તેવી શાતિ પ્રાપ્ત થાઓ !
For Private And Personal Use Only