________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
૨૫૩
સંવત્ ૧૯૬૮ ચિત્ર સુદિ ૧૦ ગુરૂવાર તા. ૨૮-૩-૧૨ પાદરા
આ જગતમાં જ્યાં ત્યાંથી ગુણ ગ્રહણ કરવાનો વ્યાપાર કરવો જોઈએ. પિતાનામાં સર્વ પ્રકારના ગુણો માની લઈને અન્ય જનની નિંદા
કરવી જોઈએ. દેશમાં દેવી એવા મનુષ્યમાં પણ ગુણદષ્ટિથી અવલોકતાં અમુક ગુણો દેખાય છે. પિતાનામાં વિશેષ ગુણ પ્રાપ્ત થતાં પિતાનાથી અધિક દોષી જીવોને પણ તિરસ્કાર વા તેનું બૂરું ન ચિંતવવું જોઈએ. શ્રીતીર્થકર કેવલી ભગવાન તેરમાં ગુણસ્થાનકમાં હોય છે. શ્રી વીતરાગ તીર્થકરને બેસવા માટે ઇન્દ્રો અને દેવતાઓ રત્ન સુવર્ણમય સમવસરણ બનાવે છે તે સમવસરણમાં બેસતાં તિસ્થલ્સ એમ કથીને સમ્યફકૃતજ્ઞાન વા શ્રુતજ્ઞાનના આધારભૂત એવા સાધુ સાધ્વી, શ્રાવક, અને શ્રાવિકારૂપ ચતુવિંધ સંધને નમસ્કાર કરે છે. ભગવતીસૂત્રના વશમા શતકમાં સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાને સંઘ કહ્યો છે. મૂળ પાઠમાં ચતુર્વિધ સંઘનું પ્રતિપાદન કર્યું છે. શ્રી તીર્થકર ભગવાન ખરેખર ચતુર્વિધ સંઘને નમસ્કાર કરે છે. તેમાંથી ઘણો સાર ખેંચવાને છે. સાતમા અને છઠ્ઠા ગુણ સ્થાનકમાં સાધુ સાધ્વી હોય છે. તેમનામાં હજી મોહની પ્રકૃતિયો છે. ચોથા અને પાંચમા ગુણસ્થાનકમાં શ્રાવક અને શ્રાવિકાઓનો સમાવેશ થાય છે. તેઓને પણ ઘાતી કર્મરૂપ દોષ રહ્યા હોય છે. છતાં સંપૂર્ણ ગુણ મય એવા તીર્થકર મહારાજા તેઓને નમસ્કાર કરે છે. તેમાં ગૂઢ ભાવ સમાયેલો છે. શ્રી તીર્થકર ભગવાન કૃત્યકૃત્ય છતાં જગતમાં વિનયની પરિપાટી શિખવીને અને પિતાનું દૃષ્ટાંત આપી પ્રબોધે છે કે શ્રુતજ્ઞાન વા ચતુર્વિધ સંઘથી ધર્મની પરંપરા રહેવાની છે. અને તેમાંથી તીર્થકરે વગેરેની ઉત્પત્તિ થાય છે. માટે શ્રવજ્ઞાન વા ચતુર્વિધ સંઘ રૂ તને નમસ્કાર કરવો જોઈએ. વિઝા મૂજ ઘ૩ ધર્મનું મૂળ વન છે એમ ભગવાન સર્વગુણ છતાં સદોષી અને કેટલાક ગુણવાળા એ તીર્થને નમસ્કાર કરી વિનયની મહત્તા દર્શાવે છે. કેટલાક પોતાના ગુણનું અભિભાન કરનારાઓ શ્રી તીર્થકરે સંઘને કરેલા નમસ્કાર યાદ કરે તો જૈન સંધ પૈકી કોઈ પણ મનુષ્યને હલકા ગણવાની અને તેના અવિનય કરવાની વૃત્તિને ત્યાગ કરી શકે. તીર્થકર સંઘને નમસ્કાર કરે છે અને પિતાના દાસભૂત એવા સંઘને નમસ્કાર કરીને જગત ઉપ વિનયની અપૂર્વ છાપ બેસાડે છે. તેના પગે ચાલનાર એવા સાધુ સાધ્ય બાવક અને શ્રાવિકાઓ
For Private And Personal Use Only