________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચારો.
૨૪૫
સંવત ૧૯૬૮ ચૈત્ર સુદ ૨ બુધવાર તા. ૨૦-૩-૧૯૧૨ પાદરા.
કાયા કરતાં વાણીનું કાર્ય અતિ ઝડપથી થાય છે. અને વાણી કરતાં મનનું કાર્ય અતિ ઝડપથી થાય છે. અને મન કરતાં શુદ્ધ જ્ઞાનનું કાર્ય અતિ વેગથી થાય છે. કાયા કરતાં વાણની વિશેષ શક્તિ છે, અને મન કરતાં આત્માની વિશેષ શક્તિ છે. સર્વની શક્તિો પોતપોતાના સ્થાનકમાં બળવાન છે. મન, વચન અને કાયાના ચાગ વિના આમધર્મની સાધના થઈ શકતી નથી. મન, વચન અને કાયાની શકિતને આત્માભિમુખ કરવી જોઈએ. આત્માના જ્ઞાનાદિ ગુણોની શુદ્ધિ માટે ત્રણે ભેગની જરૂર છે. મન વચન અને કાયાના વ્યાપારથી અને ઉપકાર થઈ શકે છે. મન વચન અને કાયાને ઔદયિક ભાવ પણ અન્ય જીવોને સાધ્ય સાપેક્ષાએ ધર્મ હેતુરૂપે પરિણમે છે. મન, વચન અને કાયા થકી પિતાને અને પર જે લાભ થાય છે તેનું વર્ણન કરતાં પાર આવી શકે તેમ નથી. મન, વચન અને કાયાની શકિતનો વિભાવ એટલે રાગદ્વેષાદિભાવ આત્મસન્મુખ પ્રકટે તો સંસારની વૃદ્ધિ થાય છે. ત્રણ યોગની શકિત દ્વારા આત્માના શુદ્ધ સ્વરૂપમાં પરિણમવું જોઈએ. ત્રણ ગની શકિતને જેઓ સદુપયોગ કરતા નથી તેઓ પોતાના આત્માનું અને અન્ય જીવોનું હિત કરવાને શકિતમાન થતા નથી. લક્ષ્મી વગેરેથી જે ઉત્તમ કાર્ય થઈ શકતું નથી તે કાર્ય ખરેખર ત્રણ યોગથી થઈ શકે છે. ત્રણ યોગમાં આત્માનું વીર્ય પરિણમેટ હોય છે. આત્માના વીર્યને આત્મરૂપે પરિણમાવવું એજ મુખ્ય ધન છે, જે યોગની શકિતયાના સમાન કોઈ વ્યાવહારિક ઋદ્ધિ નથી. મન, વચન અને કાયાના યોગની શકિતયોને કેળવીને તેને શુભ ભાગે વાપરવાનો અભ્યાસ કરવો જોઈએ. આત્માની ત્રણ ગરૂપ શકિતને સદુપયોગ કરનારાઓ જગતમાં ધર્મનો પ્રચાર કરવાને માટે શકિનમાન થાય છે. આત્માના ત્રણ ગવડે આત્માના શુદ્ધધર્મની પ્રાપ્તિ કરવા માટે વ્યવહાર નયની અપેક્ષાએ ઉગ માર્ગ અને અપવાદ માર્ગનું અવલંબન કરવું જોઈએ. વ્યવહાર નય અને નિશ્ચયનયકથિત આત્મશક્તિને પ્રકાશ કરે જોઈએ. ઉત્સાહબળથી શકિતની વૃદ્ધિ થાય છે. માટે આલસ્ય વગેરેનો ત્યાગ કરીને આત્મશકિત જેમ પ્રકટે તે પ્રમાણે ત્રણ ગની પ્રવૃત્તિ કરવી.
For Private And Personal Use Only