________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૪
સંવત ૧૮૬૮ ની સાલના વિચારો.
સંવત ૧૯૬૮ ચિત્ર સુદિ ૧ મંગળવાર તા. ૧૯-૩-૧૨ પાદરા.
દુનિયામાં અનેક મનુષ્યોના વિચાર સાંભળવામાં આવે પણ તે તે વિચારોના સંબંધી વિવેક કરીને આદેય વિચારોને હૃદયમાં ધારણ કરવા. બાગના પુષ્પની પેઠે દુનિયાના મનુષ્યોને બાગ ખરેખર અનેક પ્રકારના વિચારોની ગંધ ફેલાવે છે. જેઓને સમ્યકતવ પૂર્વક જ્ઞાન થયું હોય છે તેઓ મનુષ્યોના અનેક પ્રકારના વિચારોને સમ્યપણે પરિણમાવી શકે છે. નન્દીસૂત્રમાં તથા વિશેષાવશ્યકમાં લખ્યું છે, કે સમ્યગ્દષ્ટિ મનુષ્યને મિથ્યા શાસ્ત્રો તથા મિથ્યા વિચારો પણ સમ્યકપણે પરિણમાવાની શકિત ઉત્પન્ન થાય છે. જે સર્પની બે વિષમય દાઢ કાઢી નાંખવામાં આવે છે તેને દૂધપાન ખરેખર વિષ રૂપે પરિણમતું નથી. તે પ્રમાણે સમષ્ટિજીવને પણ દુનિયાના અનેક વિચાર પણ સભ્યત્વ રૂપે પરિણમે છે. સમ્યગ્દષ્ટિ પ્રાપ્ત કરવાને માટે અનેક શાસ્ત્રોને અભ્યાસ કરવો જોઈએ. દ્રવ્યાનુયોગ શાને અભ્યાસ કરીને સમ્યગ્દષ્ટિ પ્રાપ્તક રવી જોઈએ. દુનિયાના મનુષ્યોનો બાગ જેને જેવી ઇચ્છા હોય છે તેને તે વિચારે રૂપ ગંધ આપે છે. મનુષ્યોના વિચાર રૂપ વાતાવરણે ભિન્ન ભિન્ન પ્રકારના ભિન્ન ભિન્ન વૃક્ષ જેવાં હોય છે. વિવેક જ્ઞાન થવાથી વિચાર વાતાવરણમાંથી ઉપયોગી વિચારોને લઈ શકાય છે. સદ્દષ્ટિને પ્રાપ્ત કરનાર જૈન, સત્ય વિવેકથી સત્યધર્મને પ્રાપ્ત કરી શકે છે. સમ્યગદષ્ટિને પ્રાપ્ત કરનારા મનુષ્યોમાં કદાગ્રહ અને નોંધ્યા તે રહી શકતું નથી. તેઓ સર્વ લેખો લખે છે વા ઉપદેશ છે, તેમાં અપેક્ષાઓ હોય છે. તેઓ ખરેખર લેખે, ગ્રન્યો વા ઉપદેશોમાંય અપેઢા
ને અને ઉદ્દેશોને તારવી કાઢે છે. તેઓ આચાર અને વિચારોને અપેક્ષાપૂર્વક જાણીને દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવના વિશેષ પ્રકારે ગતિ થઈને આખી દુનિયાને શુભ વિચારો અને આચારને લાભ આપવા સમર્થ બને છે. આવા સમ્યગદષ્ટિ મનુષ્યને ઉત્પન્ન કરવામાં ઘણી મહેનત પડે છે. આવા સમ્યગદષ્ટિ મનુષ્યો નિરક્ષર કરતાં થોડા હોય છે તો પણ તેઓ અપૂર્વ જ્ઞાનબળની અપેક્ષાથી ભૂખ મનુષ્યને પોતાના માર્ગે દોરવી શકે છે અને ગવર્નર જનરલ, પિલીટીકલ એજંટ, અને વડી ધારાસભાને મેંબરોની માફક તેઓ ધર્મને વિચારમાં અગ્રગણ્ય પદ ભોગવે છે.
For Private And Personal Use Only