________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૭૬૮ ની સાલના વિચારે.
૨૪૩
સંવત્ ૧૬૮ ફાગણ વદ ૦)) સેમવાર તા. ૧૮-૩-૧ર પાદશ.
પ્રવૃત્તિમાર્ગમાં અનેક પ્રકારની ઉપાધિયો મનુષ્યના શીર્ષ પર આવી ચઢે છે, અને ઉપાધિ પ્રસંગમાં મનની નિરાકુલતા જાળવવી એ કંઈ સામાન્ય કાર્ય નથી. અનેક પ્રકારનાં કાર્યો કરતાં ઉપાધિ પ્રસંગે આવે ત્યારે મગજને ખોવું નહિ. એવી દશા પ્રાપ્ત કરવા તેમણે ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઇએ. ગૃહસ્થ મનુષ્યોને અધિકાર ભેદે આજીવિકાદિ અર્થે કાર્યો કર્યા વિના તે છૂટકો થવાનું નથી. મનુષ્યો ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત કરે તે ગૃહસ્થાવાસમાં મગજની સમતલતા સાચવીને મહાન કાર્ય કરવાને માટે શક્તિમાન થાય છે. ઉત્તમ સદ્દગુણો વડે સંસ્કારિત મનવાળા ગૃહસ્થ જગને દિવ્યલોકસમાન બનાવવા માટે પ્રયત્ન કરે છે. સમ્યગજ્ઞાનની પ્રાપ્તિ થયા બાદ કષાયોની મદતાની સાથે ગુણસ્થાનકના ભેદે વ્યાવહારિક તથા ધાર્મિક કાર્યો કરી શકાય છે. જ્ઞાનીના કાર્યોમાં ઘણો સુધારો અને વિવેક વ્યવસ્થા દેખવામાં આવે છે. સત્તા, લક્ષ્મી અને વિદ્યા આદિની પ્રાપ્તિથી જ્ઞાની ગ્રહોના પ્રવૃત્તિમાર્ગમાં અત્યુત્તમતા અવલોકી શકાય છે. મગજનું સમતોલપણું જાળવીને જે મનુષ્યો વ્યાવહારિક પારમાર્થિક કાર્યોને કરે છે તેઓ પોતાના કાર્યની સિદ્ધિ પણ કરે છે, અને અહંવૃત્તિ વિના અલિપ્ત પણ અમુક નયની અપેક્ષાએ રહી શકે છે. અજ્ઞાની ગૃહસ્થો કરતાં જ્ઞાની ગૃહ નિષ્કામબુદ્ધિથી કાર્ય કરે છે, તેથી તેઓ મગજનું સમતોલપણું જાળવવું ઇત્યાદિ સદગુણો વડે પિતાના સંબંધમાં આવનારાઓને પણ પિતાના ગુણોની અસર કરી શકે છે. અમુક અંશે પણ વ્યાવહારિક ધાર્મિક પ્રવૃત્તિ વિના આ કાલમાં ચાલી શકતું નથી. સાધુઓને પણ ધાર્મિક પ્રવૃત્તિ કરવી પડે છે. ઉત્તમજ્ઞાન વડે મગજનું સમતોલપણું જાળવીને પ્રવૃત્તિ ભાર્ગને સેવી શકાય એવી દશા પ્રાપ્ત કરવાને મનુષ્યોએ પ્રયત્ન કરવો. પ્રકૃત્તિમાર્ગના મુસાફર બનવા પહેલાં ઉપર્યુક્ત સદગુણવંડે આત્માને શેભાવ જોઈએ. ગૃહસ્થ વા સાધુ અવસ્થામાં અધિકારભેદે પ્રવૃત્તિ માર્ગના મુસાફર થતાં પહેલાં અનેક ઉપાધિ છે. પરિષહ અને વિક્રમથી પસાર થવાને માટે ઉપયુકત સદગુણોને મેળવવા જોઈએ.
For Private And Personal Use Only