________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- ૨૪૨.
સંવત ૧૯૯૮ ની સાલના વિચારો.
સંવત્ ૧૯૬૮ ફાગણ વદિ ૧૪ રવિવાર તા. ૧૭–૩-૧૨ પાદરા.
પ્રભુભક્તિ અને સ્મરણ કરવાથી થતા લાભ સંબંધી ઉપદેશ દીધો. આ કાલમાં અન્તરથી શાંત હોવા છતાં ઉપરથી ફંફવાટ રાખવો જોઈએ.
તે વાડની જરૂર છે. રાજ્યને લશ્કરની જરૂર છે. ઉગતા આંબાને વાડોલીયાની જરૂર છે. તેમ જૈનશાસનનું રક્ષણ કરનાર એવા પ્રશસ્ય રાગ અને દેવાદિ પરિણતિધારક શુરવીર જૈનોની આવશ્યકતા છે. શીખ ગુરૂ ગોવિંદસિંહે મુસલમાનથી હિંદુઓને બચાવ્યા, શિવાજીએ શકતા વાપરીને મુસલમાનેથી હિંદુઓનું રક્ષણ કર્યું. જૈનશાસનમાં સાધુઓ વગેરેને ઉપદ્રવ કરનારા કેટલાક જૈનશાસનદ્રોહીઓને શિક્ષા આપવાને જેનશાસનના રાગીઓ, કાલાનુસારે નીતિથી તેના ચાંપતા ઉપાય લે તે તેમાં લાભ અવબેવાય છે. જૈનશાસનની રક્ષાને માટે ચાંપતા ઉપાયો લેવા જોઈએ. સદ્ગુફના ઉપર ઉપસર્ગ કરનારાઓ તે દુષ્ટતા ન કરે તેવા ચાંપતા ઉપાયથી બોધ શિક્ષા કરવી જોઈએ. દુર્જનોને વ્યવહારનયને અનુસરી શિક્ષા કરવી જોઈએ. સરકાર ચોર વગેરે દુષ્ટ લોકોને દબાવીને પ્રજાનું રક્ષણ કરે છે. ઈંગલીશ સરકારના રાજ્ય પ્રતાપથી જૈન વગેરે પ્રજાને સારી શક્તિ મળી છે. પ્રજાને ઉપદ્રવ કરનાર રાજ્યહી અને દુષ્ટ લોકોને સરકાર શિક્ષા આપે છે, તેમાં સર્વ પ્રજાને લાભ સમાય છે. જૈનધર્મ વિરૂદ્ધ વર્તનાર અને જૈનશાસનના સાધુઓ વગેરેની હેલના કરાવનારને જૈન સંઘ ખરેખર જૈન સંઘની બહાર કરે છે તેમાં અ૯૫ હાનિ અને બહુ લાભનું કાર્ય અવબોધાય છે. જેને સનાતન માર્ગમાંથી વિપરીત પન્થ કાઢનારાઓ ભાવપૂજાની લાલચમાં અર્થને પણ અનર્થ કરે છે. અન્તરમાં મિત્રીભાવ ધારણ કરીને વ્યવહારથી જનશાસનની વિરૂદ્ધ વર્તનારાઓને સમજાવવા જોઈએ. તેઓના કુતર્કની હાનિકર દલીલોને સુયુક્તિથી પ્રત્યુત્તર આપવો જોઈએ. કાંટો કાંટાથી દૂર થાય છે. એવી ન્યાધ્યથી પણ અપવાદપ્રવૃત્તિ કરીને સત્ય ધર્મનું રક્ષણ કરવું જોઈએ. શુદ્ધ પ્રેમથો દેષ નાશ પામે છે એ ન્યાય બને ત્યાં સુધી આદરવો. કોઈ ઉદીરણ કરીને કલેશના માર્ગમાં ખેંચે તો ન્યાયથી ચાંપતા ઉપાયો આદરવા જોઈએ, અને પોતે જાતે ઉદીરણ કરી કોઈની સાથે કલેશ ન કરવો જોઈએ. અપવાદમાર્ગે વ્યવહારથી આવી પ્રવૃત્તિ કરતાં પણ અન્તથી નિર્લેપ રહીને જૈનશાસનની સેવા કરવી જોઈએ.
For Private And Personal Use Only