________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
સંવત ૧૯૬૮ ફાગણ વદિ ૧૦ બુધવાર તા. ૧૩-૩-૧૨ પાદરા.
ત્રણ ચાર સૈકાથી ભારતભૂમિમાં આવેલા ખ્રીસ્તી પાદરીઓએ ખ્રીસ્તીઓની લાખે પ્રમાણમાં સંખ્યા વધારી દીધી છે. આર્યસમાજીઓએ અર્ધ સિકામાં અઠ્ઠાવીસ લાખ લગભગ મનુષ્યોને આર્ય સમાજ કર્યા છે. થીઓસોફીના નેતાઓએ પિતાને ધર્મ વધારવા ભગીરથ પ્રયત્ન આદર્યો છે. બૈદ્ધધર્મનો પ્રચાર હિંદુસ્થાનમાં થવા લાગ્યો છે. જૈનેની સંખ્યા પ્રતિદિન ઘટતી જાય છે, પ્રશસ્ત રાગની બુદ્ધિથી વિચાર કરીએ છીએ, તે નસોનસ ધર્મોત્સાહથી ઉછળે છે. જેમાં ભેદ પડી ગયા છે. દિગંબરમાંથી તેરાપંથી અને વેતાંબરોમાંથી સ્થાનકવાસી મત નીકળ્યો છે. શ્રી મહાવીર પ્રભુના તીર્થને વિચાર કરીએ તે પણ મનમાં ખેદ થાય છે કે બે હજાર ચારસો ને આડત્રીસ વર્ષ ઉપર પ્રભુએ જૈન તીર્થની સ્થાપના કરી. તેમની પાછળ થનારાઓએ વીરપ્રભુના તીર્થની વૃદ્ધિ કરવી જોઈએ; બાપની પેઢીને દિકરાઓએ વધારવી જોઈએ. મહાવીર સ્વામીના લગભગ કાળમાં જેનોની સંખ્યા ચાલીસ કરોડ લગભગની ગણતી હતી. સર્વજ્ઞસ્થાપિત ધર્મ પાળનાર મનુષ્યોની સંખ્યા પ્રતિદિન વધવી જોઈએ. પણ હાલ જન ઘટે છે તેથી પ્રશસ્ત રાગ બુદ્ધિથી વિચારતાં ખેદ ઉત્પન્ન થાય છે. અન્યોની પેઢીઓમાં મનુષ્યોની સંખ્યા વધતી જાય છે, અને પ્રભુ મહાવીરની ધર્મપેઢી હજારો વર્ષથી ચાલે છે તેમાંથી મનુષ્યોની સંખ્યા ઘટે છે, તેમાં સાધુઓને શ્રાવકોને દોષ છે, કે ભાવભાવને દોષ છે. તેનો વિચાર કરવો જોઈએ. શ્રીમહાવીર પ્રભુની સત્યધર્મની પેઢીને મહિમા વધવો જોઈએ, અને જેથી ધર્મરૂપ ભાલની ખરિદી કરનારાઓની સંખ્યા પણ વધવી જોઈએ. જનધર્મની પેઢી ચલાવનારા અને તેમની પાસે બેસનારા સૂર, ઉપાધ્યાયો અને સાધુઓ હાલમાં છે, તેઓએ આ બાબતને વિચાર કરવો જોઈએ. તેઓ જો પ્રમાદ કરશે તે પ્રમાદ દોષને વેગે તેઓને તથા તેઓની પરંપરાના સાધુઓને ઘણું ખમવું પડશે. અમારા પૂજ્ય મુનિવરો કાગ્રત્ થાય અને શ્રાવકે પણ જાગ્રત થઈ એમ ઈચ્છું છું. સર્વવડે જે કરી શકાય તે એકલા મારાથી કેમ બની શકે? જે અણ જે છે તે તો વીર્યહીન હોવાથી તેમની આગળ જે કંઈ કહેવું તે અરણ્યરૂદન માત્ર છે. તો પણ ઉપાશે તે ગમે તે યોજવા જોઈએ. ભાવીભાવ ઉપર આધાર રાખીને કદિ બેસી તો ન રહેવું જોઈએ. હિંમત અને સતત પ્રયત્નથી અમારા બાંધવોએ જૈન ધર્મના
For Private And Personal Use Only