________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૬
સંવત્ ૧૯૬૮ ની સાલના વિયા.
''''''''
*
*
*
* * *
સંવત ૧૯૬૮ ફાગણ વદ ૮ સોમવાર તા. ૧૧-૩-૧ર પાદરા.
મનને આત્માની સાથે જોડી રાખવું. મનને નકામું જ્યાં ત્યાં ભટકવા દેવાથી મનઃસંયમની સિદ્ધિ થતી નથી. આત્માની આજ્ઞા વિના મન સ્વછંદતાથી વર્તે છે ત્યાં સુધી સંકલ્પની સિદ્ધિ થઈ શકતી નથી. આત્માની આજ્ઞા પ્રમાણે મન વ એવો દઢ સંકલ્પ કરીને મનના ઉપર વારંવાર ઉપદેશ દે કે જેથી મનમાં નકામા વિચારો પ્રકટે નહિ. મનમાં કોઈપણ અધિકાર પ્રમાણે ધાર્મિક દેવગુરૂ આદિના વિચારો પ્રકટાવીને તેમાં રસજ્ઞતા ઉત્પન્ન કરવી. મનને તેમાં પ્રેમ લાગે એમ કરવું. દેવગુરૂના પર શુદ્ધ પ્રેમ થવાથી મન તેમાં રમતા કરી શકે છે, અને તેથી મનની શુદ્ધિ થતી જાય છે. આમાના અસંખ્યાત પ્રદેશોમાં એક સ્થિર ઉપયોગથી રમણુતા કરવાથી મન તેમાં લયલીન થઈ જાય છે, અને તેથી આનન્દ રસ પ્રકટે છે. આમાના અસંખ્ય પ્રદેશોમાં રમણતા કરવાને જ્યારે પ્રેમ લાગે છે ત્યારે બાહ્યમાં નીરસતા અનુભવાય છે, અને આત્માના શુદ્ધ પ્રેમની રમણતા પ્રકટવાથી મેહની પ્રકૃતિયાનું પ્રાબલ્ય બહુ ક્ષીણ થઈ જાય છે. દ્રવ્યાનુયોગના તીવ્ર ઉપયોગ વિના અસંખ્યપ્રદેશમાં રમણતા થઈ શકતી નથી, તેથી બાલવોએ તે દેવગુરૂ આદિમાં રમણતા કરીને મનને જોડી રાખવું. સૂક્ષ્મ બાબતથી મન થાકી જાય ત્યારે પૂલ બાબતોમાં મનને જેડી દેવું. મસ્તકને હાનિ પહોંચે અને મન થાકી જાય ત્યારે મનને શાન્તિ આપવી. મનની પાસેથી નિયમસર કામ લેવું જોઈએ. અન્યથા શારીરિક અને માનસિક સ્થિતિ બગડી જાય છે અને આત્માની ઉચ્ચતા કરતાં વિદન વેઠવાં પડે છે. મગજનું યંત્ર બગડી ન જાય એવું લક્ષ્ય રાખવું જોઈએ. મનના ઉપર આત્માની સત્તા એવી ઉત્તમ બેસાડવી કે જેથી મનમાં શક, વિયોગ અને ચિંતા વગેરેના અનુપયોગી વિચારો પ્રકટે જ નહિ. આત્માનું જ્ઞાન સંપ્રાપ્ત કરીને મનના પર અંકુશ મૂકાય એવો આત્માની દશા કર્યા વિના આત્મા ખરેખર મનને કબજામાં રાખવા શક્તિમાન થઈ શકતો નથી. મનને કબજામાં રાખીને ઉપયોગમાં વર્તનાર આત્મા અન્તરજીવનને ભોક્તા બને છે, અને સહજાનંદને રસી થાય છે.
For Private And Personal Use Only