________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
૨૩૫
સંવત ૧૯૬૮ ફાગણ વદિ ૭ રવિવાર તા. ૭-૩-૧૯૧૨ પાદરા.
જે જે ગુણ આત્મામાં પ્રકટાવવા હોય તે તે ગુણને ક્રમવાર વિચારવા, પશ્ચાત તે ગુણોની પ્રાપ્તિ માટે અત્યંત ઉત્સાહ ધારણ કરવો. તે તે સગુણ મારા આત્મામાં ખીલવા જ જોઈએ, એવો નિશ્ચય દઢ સંકલ્પ કરો. દુર્ગુણો પણ સગુણ રૂપમાં કેટલાક ફેરવી શકાય છે. એમ વિચાર કરે. ઉત્સાહબળથી ગુણોનાં રોધક કૌંવરણે ટળે છે એમ નિશ્ચય કરવો. મારામાં સદ્દગુણો પ્રકટાવવાની શક્તિ છે એમ નિશ્ચય કરવો, કોઈ પણ બાહ્ય પદાર્થની વાસના કરવી એ આત્માને મૂળ સ્વભાવ નથી એ દૃઢ નિશ્ચય કરવો. કોઈ પણ પ્રકારની વાસનાવિના કરવા લાયક કાર્યો મહારે કરવાં જોઈએ, એવો દૃઢ નિશ્ચય પ્રકટાવવો જોઈએ. જ્યારે ત્યારે પણ મારું કાર્ય પૂર્ણ થવાનું છે એ દૃઢ નિશ્ચય કરવો. વીતરાગદશામાં ન રહેવાની દશા જ્યાં સુધી મારામાં છે ત્યાં સુધી શુદ્ધ પ્રેમ ધારણ કરીને મારે નિષ્કામ ભાવથી ધર્મસાધના સાધવી જોઈએ, એવા પ્રકારનો દૃઢ નિશ્ચય કરો. આત્માની પ્રસન્નતાવડે જીવન ગાળવું જોઈએ. એવો દૃઢ નિશ્ચય કરો. સત્ય પ્રિય અને હિતકારક વચન મારે બેલવું જોઈએ, એવો દૃઢ નિશ્ચય કરવો. જે જે અંશે જેટલું પદાર્થનું સ્વરૂપ જણાય અને તે અન્યને ઉપયોગી થાય તેવું હોય તે તેનું સ્વરૂપ અન્યને કરવું એવો વિવેક કરે. જેટલું સાંભળવામાં આવે, જોવામાં આવે, અને જાણવામાં આવે તેટલું હૃદયમાં રાખવું અને ગમે તે મનુષ્યની આગળ જાણેલું અને દેખેલું એકદમ યોગ્યતા જાણ્યા વિના કહેવું નહિ એ દૃઢ ધુઃ . વિરોધી ગમે તેવી ઈર્ષ્યાથી વાત કરે તે તેઓનું અશુભ કરવા તેઓના જેવો પ્રયત્ન કરવો નહિ એમ મનમાં દૃઢ નિશ્ચય કરવો. કર્મના અચલ સિદ્ધાંત પ્રમાણે છે શુભાશુભ ભેગવે છે. કર્મનો સિદ્ધાંત પ્રમાણે દુખ પ્રાપ્ત થાય છે એમ જાણી સમભાવ ધારીને નવીન કમ બાંધવાં નહિ.
For Private And Personal Use Only