________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૪
સંવત ૧૮૬૮ ની સાલના વિચારો.
સંવત ૧૯:૮ ફાગણ વદિ શનિવાર તા. ૯-૩-૧૧ કનક અને કામિનીને ત્યાગ કરવો સહેલ છે, પણ પરનિંદા અને ઈર્ષ્યાને ત્યાગ કરવો મુશ્કેલ છે. જે મનુષ્ય પરની નિંદા કરવામાં યોગનું બળ વાપરે છે તેઓ ગની શક્તિને હારી જાય છે. કોઈની પણ નિંદા કરવા પહેલાં જે મનુ વિચારે તે ખરેખર નિંદા કરવાની ટેવ છોડી દે. અન્યની નિંદા કરનાર પિતાના આત્માને અપકર્ષ કરી શકે છે. નિંદા કરનારની જીભ તરવારની ધાર સમાન છે, અને ઈર્ષ્યા કરનારની આંખ ખરેખર ધૂમકેતુની ઉપમાને ધારણ કરે છે. નિંદા અને ઈર્ષ્યા કરવાથી આત્માની નિર્મલતા વધતી નથી, પંડિતાઈ મેળવવી સહેલ છે, સાધુનો વેષ ધારણ કરવો સહેલ છે, પણ નિંદા અને ઇષ્યને ત્યાગ કરવો મુશ્કેલ છે. વિષ ધારણ કરનાર સર્ષથ, પ્રાણુઓ ભય પામે છે, તે પ્રમાણે ઈર્ષાલુ અને નિંદા કરનાર મનુષ્યથી સવે લાકે ભય પામે છે. શ્રી મહાવીર પ્રભુ એવો ઉપદેશ છે કે પાપી જીવન ઉપર પણ કરૂણાભાવ ચિત્તવે. પણ તેને ધિક્કારીને વા તેના ઉપર ક્રોધ કરીને નવાં કર્મ બાંધવાં નહિ. જે મનુષ્ય શ્રી મહાવીર પ્રભુના પગલે ચાલવા પ્રયત્ન કરે છે, તેઓએ સર્વ દેશી છો ઉપર કરૂણભાવ ધારણ કરવો અને જેમાં જે જે અંશે ગુણે હોય તેઓના તે તે અંગેના ગુણ પર પ્રમોદભાવ ધારણ કરવો. મનુ
માં રહેલા આત્માઓ ઉપર જેઓના હદયમાં પ્રેમ પ્રકટે છે તેઓ કદાપિ કોઈની નિંદા વા ઈષ્ય કરતા નથી. કદાપિ પોતાનાથી મોહના યોગે નિંદાથી દોષોમાં પ્રવૃત્તિ થાય છે તે પોતાના આત્મામાં પુનઃ તે તે દે ન પ્રકટ એવા સખ્ત ઉપાયોને યોજે છે અને શ્રી વીરપ્રભુના માર્ગમાં ગમન કરે છે. અનિંદક અને ઈર્ષાના ત્યાગી મનુષ્યોનાં હૃદય નિર્મલ થવાથી તેઓના હૃદયમાં સમ્યમ્ જ્ઞાનને પ્રકાશ થઈ શકે છે અને તેવા મનુષ્ય સર્વ પ્રાણી માત્રના પ્રેમપાત્ર બને છે અને તેઓજ અન્યોને સહાય આપીને મેક્ષ માર્ગની મુસાફરી શરૂ કરી શકે છે. ગ્રહસ્થાવસ્થામાં વા સાધુ અવસ્થામાં તેઓ પિતાની ફરજ અદા કરવા સમર્થ બને છે.
For Private And Personal Use Only