________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
સંવત ૧૯૬૮ ના ફાગણ વદિ પ શુક્રવાર તા. ૮-૩-૧૯૧૨ પાદરા.
ઠેષાગ્નિ જ્યાં ઉપજે છે તે સ્થાનને નાશ કરી દે છે. જે મનુષ્ય દેવાગ્નિનું સેવન કરે છે, તેઓ પોતાના આત્માના ગુણોને બાળે છે. પાગ્નિને જેઓ શાંત કરી દે છે, તેઓ માનવજાતિનું કલ્યાણ કરવા સમર્થ બને છે. દુર્ગુણો ઉપર જય મેળવ્યા વિના મનુષ્યો ખરા બહાદુર ગણી શકાતા નથી, વિષય વાસનાઓ અને અનેક પ્રકારના સ્વાર્થરૂપ પશુઓને જ્ઞાનાશિમાં જે હોમ કરે છે તે ખરે ભાવયજ્ઞકરનાર જાણો. પ્રાણધારી પશુઓને જેઓ હેમમાં હોમે છે, તેના કરતાં રાક્ષસોની ઉપમાને અન્ય કો મનુષ્ય ધારણ કરી શકે ? અશુભ સ્વાર્થ વૃત્તિનો ત્યાગ કર્યા વિના દયા અને દાન કરી શકાતું નથી. જેટલા અંશે દાન કરી શકાય છે તેટલા અંશે ત્યાગ અને મમતાને ત્યાગ કહી શકાય છે. અશુભેચછાઓનો ત્યાગ કર્યા વિના કદાપિ ઉચ્ચપદ પ્રાપ્ત થઈ શકતું નથી. જે મનુષ્યો શુભેચ્છાઓ વડે પિતાનું હદય ભરી દે છે. તેઓના આત્મામાં સદ્ગણો ઉગી શકે છે. પ્રબળ પુરૂષાર્થ ફેરવીને અશુભેચ્છાઓની સાથે યુદ્ધ કરીને સાધુઓએ મહાવીર યોદ્ધા તરીકે પોતાનું નામ દીપાવવું જોઈએ. કોઈ પણ સાધુ અગર શ્રાવકના મનમાં અન્યનું બુરું કરવાની ઈચ્છા વા પ્રવૃત્તિ થાય, તો તે સાધુ અગર શ્રાવક ખરેખર મહાવીર પ્રભુના માર્ગથી ભ્રષ્ટ થાય છે. શ્રી મહાવીર પ્રભુની જેવી ચંડકૌશિક ઉપર અત્યંત કરૂણાદષ્ટિ રહી હતી તેવી મહાવીરના અનુયાયિની દૃષ્ટિ થાય તે તેઓના સહવાસથી અન્ય મનુષ્યો ઉપર પણ સારી અસર થયા વિના રહે નહિ. જેના શુભાચારે અને શુભ વિચારમાં એટલું બધું બળ છે, કે તેની અસર અન્યોને થયા વિના રહેતી નથી. માનવ બંધુઓએ દરરોજ ઉત્તમ આચારો અને વિચારોને વધારવા પ્રયત્ય કર્યા કરવો. અશુભ વિચારેના મૂળને ઉખેડી નાંખવું જોઈએ. હે આર્યજેને ! આત્માના સદુગુણો ખીલવવાનો અમૂલ્ય સમય મળ્યો છે તેને સફળ કરો !
For Private And Personal Use Only