________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારો.
સંવત્ ૧૯૬૮ ના ફાગણ વદિ ૨ મંગળવાર તા. ૫-૩-૧૯૧૨ પાદરા
વિશેષાવશ્યક વિગેરે ઉત્તમ ગ્રો વાંચ્યા વિના વા સાંભળ્યા વિના મનુખે સ્વાદામાર્ગનું વિશેષતઃ જ્ઞાન પ્રાપ્ત કરી શકતા નથી. સિદ્ધાંતોનું જ્ઞાન કર્યા વિના ખરેખરો ઉપદેશ આપી શકાતું નથી. ટીકાઓ, વૃત્તિ વગેરે વાંચ્યા વા સાભળ્યા વિના પૂર્વાચાર્યોના જ્ઞાનને તથા તેમની ઉત્તમતાનો
ખ્યાલ આવી શકતો નથી. જે જે આચાયોના બનાવેલા ગ્રન્થ વાંચવા, સાંભળવા તેમાં વિશેષ એટલું છે, કે તેઓના પ્રતિ ઉચ્ચ પ્રેમરૂપ ભક્તિ દર્શાવવી. એમ કરવાથી તેઓનાં હૃદય ખરેખર શ્રોતાઓ તથા વાચકોના હૃદયમાં ઉતરે છે. પૂર્વાચાર્યોના ગહન ગ્રન્થોને સાર લીધા વિના તેમના વિષે અભિપ્રાય બાંધી શકાતું નથી. પૂર્વ પુરૂષ પ્રતિ પૂજ્યબુદ્ધિ રાખવાથી શાતા તથા વકતાને ખરૂં તવ પ્રાપ્ત થાય છે. પૂર્વાચાર્યોએ તે તે દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવને લઇ લખેલા ગ્રન્થને અધિકાર, સમય, હૃદય ધ્વનિના પરમાર્થોનું જ્ઞાન થાય તેવી રીતે વાંચવા જોઈએ. લેખકો ઘણું લખે છે તોપણ જે જાણે છે તેમાં ઘણો થોડો ભાગ લખી શકે છે વે બોલી શકે છે. મધ્યસ્થષ્ટિથી લેખ્ય વિષયની તુલના કરવી જોઈએ. પક્ષપાત દષ્ટિથી કોઇપણ પુસ્તક વાચવાથી પરિપૂર્ણ સાર ખેંચી શકાતો નથી. કોઈ પણ પુસ્તક : પર વિવેચન વા ટીકા કરવી હોય તે મૂળ ગ્રન્ય રચનાર ઉપર પૂજ્ય પ્રેમબુદ્ધિ રાખ્યા વિના સારૂં વિવેચન કરી શકાતું નથી. કોઈપણ સારા મનુષ્યનું ચરિત્ર લખવું હોય તે તેના સગુણોને શોધી કાઢવા અને તેના ઉપર શુદ્ધ પ્રેમ ધારણ કરવો. શુદ્ધ પ્રેમ ધારણ કરીને ચરિત્ર લખતાં જીવન રૂ૫ રેખા સારી રીતે દેરીને તેને રંગી શકાય છે ઉત્તમ મનુષ્યોનાં ચરિત્રે વાચવાથી તથા લખવાથી પિતાની તથા દુનિયાની ઉન્નતિ થાય છે. ઉત્તમ પૂર્વાચાર્યોનાં જીવન ચરિત્રે આકર્ષક પદ્ધતિથી લખાવાની ઘણી આવશ્કતા છે.
For Private And Personal Use Only