________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૦
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
સંવત્ ૧૬૮ ના ફાગણ વદિ ૧ સેમવાર તા. ૪-૩-૧૯૧ર પાદરા.
નામ, કીર્તિ, મહત્તા અને પ્રતિકાના પરપોટાની આશા રાખીને જગત નું અને તેમજ પોતાનું શ્રેયઃ કરવામાં પરિપૂર્ણ કાર્યની સિદ્ધિ થઈ શક્તી નથી, હું અન્યના કરતાં મહાન છું એવી અહંતાને ભૂલીને સર્વ આત્માઓને સમાન માનીને તેઓના સદ્ગોની ઉન્નતિ જે જે ઉપાયો વડે થાય તે તે ઉપાયોને આદરવારૂપ સેવા કરવી જોઈએ. આવી દશામાં આવનાર મનુષ્યને સર્વને સદગુણો ખીલવવા માટે નિષ્કામ સેવાને અધિકાર પ્રાપ્ત થાય છે. કોઈના પણ આત્માને શત્રરૂપ ન કલ્પતાં તેની ઉન્નતિ અર્થે યથાશક્તિ બનતું કરવું જોઈએ. આવી રીતે સર્વ જીવોના સેવક વા મિત્ર બનીને તેઓનું શ્રેયઃ કરવા પ્રવૃત્તિ કરનાર મનુષ્ય ખરેખર અનેક મનુષ્યોને જૈનધર્મ સમ્મુખ કરી શકે છે. જે મનુષ્ય નામ, રૂ૫, લક્ષ્મી, કામ, ભોગ અને બાહ્ય મમત્વમાં મુંઝાય છે તેઓને ધર્મની દરકાર રહેતી નથી. તેઓ નામાદિકના સેવક બનવાથી પરમાર્થના સેવક બની શકતા નથી. શ્રી વીર પ્રભુની પેઠે ધન, કીર્તિ, શાતા વગેરે બાહ્ય વસ્તુઓને જેઓ નાકના મેલની પેઠે ત્યાગ કરીને આત્માની ઉન્નતિ કરવા પ્રયત્ન કરે છે તેઓ ધર્મને પ્રચાર કરવા સમર્થ થાય છે. ભારતવાસી આર્ય જેને જે હવે સ્વાર્થ ત્યાગીને પોતાના અને જગદ્ગુના ઉદ્ધાર માટે જાગ્રત નહિ થશે તે તેઓ મનુષ્યની કટિમાં પણ પિતાને ગણાવવાને લાયક રહેશે નહિ. જેઓ જૈન ધર્મને ઉદ્ધાર કરવાની ઈચ્છા રાખે છે તેઓએ નવીન પત્થ કાઢવાની કલ્પના પણ મનમાં ન કરવી જોઈએ. પન્થ કાઢનારાઓની ટુંકી દૃષ્ટિ હોય છે. વિશાલદષ્ટિ વિના વિશાલ જેનું ક્ષેત્ર છે એવા જૈન ધર્મને અધિકારી કોઈ બની શક નથી. અત્ર એટલું વિશેષ સમજવું કે વિશાલદષ્ટિને અર્થ જૈનસિદ્ધાંતોથી વિપરીત મનની અસત્કલ્પનારૂપ કેઈએ ન સમજવો જોઈએ. ઉદાર મન રાખીને ધર્મની અપૂર્વ ભેટ ખરેખર અન્યોને આપવી જોઈએ. પોતાના ધર્મમાં સર્વ સુખની કુંચી છે. માટે જેનેએ પિતાના જૈનધર્મને ઉદારભાવથી પ્રસાર કરવો જોઈએ.
For Private And Personal Use Only