________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચાર
૨૯
સંવત્ ૧૯૬૮ ના ફાગણ સુદિ ૧૫ રવિવાર
તા૦ ૩-૩-૧૯૧૨ પાદરા, જૈન ધાર્મિક વિચારોને પ્રચાર કરવાને માટે ઉચ્ચ કેળવણું જેમાં મળે એવી ગુરૂકુલ આદિની સંસ્થાઓ ખોલ્યા વિના જૈનેને છૂટ નથી. જેનોની વસતી છેલ્લા પોણોસો વર્ષથી બહુ ઘટવા લાગી છે. જન્મ કરતાં મરણની સંખ્યા વિશેષ પ્રમાણમાં જોવામાં આવે છે. આ પ્રમાણે સો વર્ષ સુધી આવી સ્થિતિ ચાલશે તો, જનોની સંખ્યા થોડી થવાને મોટો ભય રહે છે. માટે આ બાબતના ઉપાયો શોધી કાઢવાની ઘણી જરૂર છે. આ કાર્ય શ્રાવકોનું છે, શ્રાવકોને જાગ્રત કરવા ગુરૂકુળ વગેરે ઉત્તમ સંસ્થાની ઘણું જરૂર છે. સર્વ જાતે હવે જાગ્રત થઈ ગઈ છે. હવે તો જૈનેને જાગ્યા વિના બીલકુલ છુટકો નથી. જૈનો જે પ્રમાદમાં પડી રહેશે ને અમૂલ્ય સમયને નકામે ગાળશે તે તેમના જેટલો કોઈને પશ્ચાત્તાપ કરવો પડશે નહિ. જમાને હરિફાઈન આવી પહોંચ્યો છે. જેનધર્મનાં ઉત્તમ રહસ્યોને બહાર મૂકવાં જોઈએ. સંકુચિતરિને દૂર કરીને સર્વ જીવોને પિતાના કુટુંબ સમાન માની તેઓના કલ્યાણાર્થે જેનધર્મને બોધ દેવો જોઈએ. અન્ય કોમેનું જૈનધર્મ પ્રતિ ચિત આકર્ષાય એવા ઉપદેશે અને ગ્રથોને રચવા જોઈએ. જૈનધર્મના જેવા આચારો અને વિચારો ખરેખર અન્ય ધર્મમાં નથી. પણ જેને પોતે તેમનો યથાશક્તિથી સમ્યમ્ રીત્યા લાભ લઈ શકે એમ પણ સામાજિક વિચારદષ્ટિથી અવલોકતાં જણાયું નથી. અન્યધર્મીઓને માટે જૈન ધર્મનાં તત્ત્વોને પ્રકાશ કરવો જોઈએ. જૈનધર્મને અમુક જાતિ સાથે સંબંધ નથી. સ્વદેશીય જાતિવાળાઓને માટે જૈનધર્મ ખુલ્લો છે. અરે ! જૈન શાસન દેવતાઓ! તમ ઉપયોગ ધારણ કરો ! જેન ધર્મ અને જેને અભ્યદય થાય તેના ઉપાયોમાં જૈનયોદ્ધાઓને સહાય કરો, જૈનધર્મના પરમાર્થ દયાદિ વિચારોની દુનિયાને ઘણી જરૂર છે. જૈનધર્મને ફેલા કરે અને જૈનધર્મના ઉદ્ધારમાં ભાગ લે એવા મહાત્માઓ પ્રકટી નીકળે. જેમાં રહેલી સમુચિત શક્તિ પ્રકટ થાઓ. ઈર્ષા, કુસંપ, સ્વાર્થ અને અહંકારના વિચારોને પરિહાર કરી છના સેવક બનીને ધર્મની સેવા બજાવવી જોઈએ,
For Private And Personal Use Only