________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલના વિચારા.
સંવત્ ૧૯૬૮ ફાગણ સુદ્ધિ ૧૧ બુધવાર તા. ૨૮-૨-૧૨ પાદરા, આત્માના જ્ઞાનાદિ ગુણામાં રમણતા કરવાથી આત્માનું વીર્ય પરભાવમાં પરિણમ્યુ* હોય છે, તે ટળીને આત્માનું વીર્ય પોતાના શુદ્ધભાવમાં પરિણમે છે. આત્માના સ્વરૂપમાં ર્ગાવવાના વીર્યાંલ્લાસ જેમ જેમ વૃદ્ધિ પામે છે. તેમ તેમ આત્મવીર્યની વૃદ્ધ થાય છે, અને કર્મ પ્રકૃતિનું અપવર્તન થાય છે. અશુભ પરિણામ ઢળીને શુભપરિણતિથી પરિણમતાં અશુભકર્મનું અપવન યાય છે, અને શુભકમ નું ઉન થાય છે. તેમજ અશુભકર્મ તું પણ શુભકરૂપે સક્રમણ થાય છે. આત્માના અસખ્યાત પ્રદેશમાં વ્યાપી રહેલા જ્ઞાનાદિ ગુણાનુ એક સ્થિર પયોગથી ધ્યાન ધરવાથી શીઘ્ર આત્માની ઉજ્જવલતા થાય છે, અને પરભાવપરિણતિમાં પરિણમેલુ આત્મવી પણ સ્વભાવપરિણતિરૂપમાં પરિણમે છે. આત્માના સ્વરૂપને વિચાર કરતાં ધ્યાતા, ધ્યાન અને ધ્યેયનું ઐકય સ્થિરવ થતાં તેમાં રત્નત્રયીને અન્તર્ભાવ થાય છે. આત્માના શુભ પરિણામરૂપ શુભ અધ્યવસાય પોતે અશુભપુદ્ગલરૂપ પાપલિકની સાથે સબંધવાળા યને પાપપુદ્ગલાને ગ્રહણ કરીને આત્માના પ્રદેશેાની સાથે ક્ષીરનીરની પેઠે પરિમાવે છે. અશુભ અધ્યવસાયા વા સકલ્પ કરવાથી પોતાની અને પરજીવાની હાનિ કરી શકાય છે, અને શુભ અધ્યવસાયા વા શુભ સંકલ્પે કરવાથી પોતાને અને પરને શાતા કરી શકાય છે. પરતે અમુક બાહ્ય કારણેાથી શાતા કરી શકાય છે. અશુભ અધ્યવસાયેા ટાળીને શુભ અધ્યવસાયા કરવા. શુભ વા અશુભ અધ્યવસાયમાં આત્માનું વી વસ્તુત: શુભ અશુભ રૂપે પરિણમેલુ હાય છે. આત્માના શુદ્ધ અધ્યવસાયમાં આભાનુ વાર્યાં વસ્તુતઃ જોતાં શુદ્ધ રૂપે પરિણમેલુ હોય છે. શુભ વા અશુભ ક વા દેહ વગેરેનું મૂળ શુભાશુભ અધ્યવસાય છે. અશુભમાંથી શુભ અને શુભમાંથી શુદ્ધમાં જવા પ્રયત્ન કરવા, કાઇને શુભ અધ્યવસાયે થતા હોય તે તેમાં વિઘ્ન કરવુ નહિ. શુભ અધ્યવસાયેા કરતાં ભાવ સવર રૂપ શુભ અધ્યવસાયા અનન્ત ગુણ ઉત્તમ છે. આત્માને સમ્યગ્ અવાધીને આત્મારૂપે પરિણમવાથી પરભાવમાં પરિણુમેલું અનન્ત વીય પશુ પુદ્ગલ ભાવમાંથી છૂટીને પોતાના શુદ્ધ રૂપમાં પરિણમે છે. શુભ અને અશુભ સકલ્પ બળથી શુભાશુભાદિ પર વસ્તુ સયેાગી વીર્ય થાય છે, અને આત્માના શુદ્ધ સ્વરૂપમાં રમણતા કરવાથી આત્માને લાગેલાં કર્મ ટળે છે તથા આત્માના શુદ્ધપર્યાય ઉત્પન્ન થાય છે. તે શુદ્ધપર્યાય મેક્ષ રૂપ કહેવાય છે.
X
X
X
X
For Private And Personal Use Only
૨૨૭