________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૬
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
સંવત્ ૧૬૮ ફાગણ સુદ ૧૦ મંગળવાર તા. ર૭-ર-૧૨ પાદરા
કેટલાક સમયસારીયાની પેઠે એકાત અધ્યાત્મજ્ઞાનને ગ્રહણ કરી ગૃહસ્થને ગુરૂ સ્થાપીને અસંયતિની પૂજાના પ્રવર્તક બને છે તે જેનાગમોથી વિરૂદ્ધ જણાય છે. કેટલાક એકાન્ત ગ૭ ક્રિયાની માન્યતાને મુખ્ય ધર્મ માનીને અને ક્રિયાનો પક્ષ લઈ અધ્યાત્મજ્ઞાનના પ્રતિપક્ષીઓ બને છે તે પણ જૈનાગરમોથી વિરૂદ્ધ જણાય છે. એકાન્ત અધ્યાત્મજ્ઞાન વા. દ્રવ્યાનુયોગની માન્યતાને સ્વીકારીને ગૃહસ્થને ગુરૂ માનવા વાળાઓની એવી દષ્ટિ બની જાય છે, કે તેઓને સાધુવર્ગ ઉપર ચારિત્રયની અપેક્ષાએ ગુરૂબુદ્ધિ રહેતી નથી, તેથી સાધુવની હાનિ તથા તેઓની હાનિ થાય છે. ઉત્સર્ગ અને અપવાદ એ બે માર્ગથી બકુશ અને કુશીલ નિગ્રંથોનું સ્વરૂપ ગુરૂગમ દ્વારા અનુભવમાં આવે તો સાધુવર્ગ પ્રતિ અરૂચિ ઉત્પન્ન થઈ શકે નહિ. સાધુઓ પોતાના જ્ઞાન, ત્યાગ અને વિરાગ્ય માર્ગથી પિતાને ઉદ્ધાર કરવા સમર્થ થાય છે. સાધુઓના આચાર સંબંધી ટીકા કરનારાઓ તો ઘણું ગૃહસ્થ જોવામાં આવે છે. પણ સાધુ થઈને પોતે તે પ્રમાણે વર્તીને અન્યને દાખલ આપનાર કોઈ વિરલા શ્રાવક હોય છે. દુનિયામાં ટીકા કરનારાઓ તે લાખે છે પણ પિતાની ટીકા ન થાય તે પ્રમાણે વર્તનાર તે અલ્પ હોય છે. મધ્યસ્ય ગુણ પામીને શ્રાવક સત્ય ગ્રહણ કરી શકે છે. પરસ્પરને વિચારની ભિન્નતાથી વ્યક્તિને મૂઢ મનુષ્પો ધારણ કરે છે. વિચારભેદસહિષ્ણુતા, મતભેદસહિષ્ણુતા અને આચારભેદસહિષ્ણુતાના ગુણને પ્રાપ્ત કરીને ઉત્તમ મનુષ્ય પિતાના સદુવિચારને જગતમાં ઘણી સારી રીતે ફેલાવી શકે છે. મતભેદ સહીને શાસ્ત્રાધારે પોતાના ઉત્તમ વિચારોને લાભ અન્યને આપવા પ્રયત્ન કરે. જ્ઞાન અને ક્રિયામાં રસિકતા પ્રકટાવવી જોઈએ. ધર્મને દેશીઓને શુદ્ધ પ્રેમ અને ઉપદેશથી જીતવા જોઈએ. ખરા જેને ધર્મષીઓને આત્મપ્રેમથી મહાત્માઓ જીતી લઈને તેઓને મોક્ષમાર્ગમાં વાળે છે.
For Private And Personal Use Only